કચ્છ : ભૂજ ખાતે આવેલી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિર્વસિટી ખાતે આ વૈદિક મંત્રોચ્ચાર સાથે એક કલાક માટેના આ આયોજનમાં વિશ્વ શાંતિ યજ્ઞમાં 1300થી વધુ લોકો જોડાયા હતા.આ નવતર પ્રકારના આયોજનને ઊમળકાભેર આવકાર આપ્યો હતો.
વલ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં આ અગાઉ 1100 લોકો આ રીતે યજ્ઞમાં જોડાયા હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમજ 1300થી વધુ લોકો આ યજ્ઞમાં જોડાતા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ મિલન સોની અને દેવ્યાનીબેન સોનીએ રેકોર્ડ સ્થાપિત કર્યાનું સર્ટિફિકેટ કચ્છ યુનિ.ના કુલપતિ જયરાજસિંહ જાડેજા, કો-ઓર્ડિનેટર કાશ્મીરાબેન મહેતા અને ધ્રુવ પુરબિયાને આપ્યું હતું, તેમ એક યાદીમાં જણાવાયું હતું.વિશ્વ શાંતિ માટે ભૂજમાં યોજાયેલા યજ્ઞમાં 1300 લોકોએ ઓનલાઈન આહુતિ આપી
કચ્છના ભૂજ ખાતે આવેલી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીએ પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં અંકિત કરાવ્યુ છે. વૈશ્વિક મહામારી કોરોના સામે કચ્છ યુનિવર્સિટી દ્વારા માનવજાત અને વિશ્વશાંતિ અર્થે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયાના માધ્યમથી 1300થી વધુ લોકોએ આ યજ્ઞમાં ઓનલાઇન ભાગ લઈને આહુતિ આપી હતી.
કોરોના મહામારી
કચ્છ : ભૂજ ખાતે આવેલી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિર્વસિટી ખાતે આ વૈદિક મંત્રોચ્ચાર સાથે એક કલાક માટેના આ આયોજનમાં વિશ્વ શાંતિ યજ્ઞમાં 1300થી વધુ લોકો જોડાયા હતા.આ નવતર પ્રકારના આયોજનને ઊમળકાભેર આવકાર આપ્યો હતો.
વલ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં આ અગાઉ 1100 લોકો આ રીતે યજ્ઞમાં જોડાયા હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમજ 1300થી વધુ લોકો આ યજ્ઞમાં જોડાતા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ મિલન સોની અને દેવ્યાનીબેન સોનીએ રેકોર્ડ સ્થાપિત કર્યાનું સર્ટિફિકેટ કચ્છ યુનિ.ના કુલપતિ જયરાજસિંહ જાડેજા, કો-ઓર્ડિનેટર કાશ્મીરાબેન મહેતા અને ધ્રુવ પુરબિયાને આપ્યું હતું, તેમ એક યાદીમાં જણાવાયું હતું.
TAGGED:
Kutch University