ETV Bharat / state

Kutchi Language: આવતીકાલે વિશ્વ કચ્છી ભાષા દિવસ, આ ભાષાને બંધારણીય માન્યતા મળે તે માટે વર્ષોથી ચાલે છે પ્રયાસ - Kutchi Language

આવતીકાલે (26 ફેબ્રુઆરી) વિશ્વ કચ્છી ભાષા દિવસ છે. ત્યારે કચ્છના લોકોની આ મીઠી ભાષા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવીએ આ અહેવાલમાં.

આવતીકાલે વિશ્વ કચ્છી ભાષા દિવસ, આ ભાષાને બંધારણીય માન્યતા મળે તે માટે વર્ષોથી ચાલે છે પ્રયાસ

author img

By

Published : Feb 25, 2023, 3:56 PM IST

કચ્છી ભાષાને માન્યતા ના મળતા નિરાશા

કચ્છઃ કચ્છના લોકો એટલે મીઠા બોલા લોકો, કચ્છીઓની માતૃભાષા એવી મીઠી બોલી કચ્છીને ભાષા તરીકેની બંધારણીય માન્યતા મળે તે માટે છેલ્લા અનેક વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે (26 ફેબ્રુઆરી) વિશ્વ કચ્છી ભાષા દિવસ છે. ત્યારે આવો જાણીએ આ મીઠી બોલી એવી કચ્છી ભાષા વિશે.

આ પણ વાંચોઃ G20 Summit: સ્વાગતમાં પણ સંસ્કૃતિ, ડેલીગેટસનું કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી કરાયું વેલકમ

કચ્છી ભાષા પ્રાચીન ભાષાઓમાંથી એકઃ ''કચ્છ મિઠ્ઠો કચ્છી મિઠ્ઠો, મિઠ્ઠો કચ્છજો નાં પિંઢ વડો ને નાં નિંઢો, અઢઈ અખર જો નાં'', એટલે કે, કચ્છ મીઠો અને કચ્છના લોકો મીઠા તેમ જ કચ્છનું નામ મીઠું કચ્છ છે તે સૌથી મોટો જિલ્લો છે, પરંતુ તેનું નામ છે તે અઢી અક્ષરનું છે. કચ્છી ભાષા બહુ મીઠી ભાષા છે. કચ્છી ભાષા એ ભારતની અનેક પ્રાચીન ભાષાઓમાંથી એક છે. કચ્છી ભાષાએ ઇન્ડો-આર્યન ભાષા છે. કચ્છી ભાષા એ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં પણ બોલાય છે અને સિંધી ભાષા જેવી જ તેની બોલી છે.

કચ્છી ભાષાને માન્યતા ના મળતા નિરાશાઃ કચ્છી સાહિત્યકાર મદનકુમાર અંજારિયાએ કચ્છી ભાષા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છી ભાષા એક એવી ભાષા છે, જે એક શાપિત અભિસારિકા છે. આમ, તો છે અભિસારિકા, પરંતુ શાપિત છે. કારણ કે, તેને હજી માન્યતા નથી મળી. કચ્છી ભાષા માન્યતા માટેની લગભગ તમામ શરતો પૂરી કરી રહી છે. છતાંય તેને માન્યતા નથી મળી. દિવાળીના તહેવારને તો ઘણો સમય છે. ઘણા મેળાઓ બાકી છે અને હોળી આવી રહી છે ત્યારે વિશ્વ કચ્છી દિવસ આવી ગયો છે ત્યારે સમય આજે કેવો નીરાલો આવી ગયો છે કે હોળીથી પહેલે દિવસે આવી ગઈ છે.

બંધારણીય દરજ્જો મળે તે માટે લડત કરવી અનિવાર્યઃ કચ્છી ભાષા અને કચ્છીયતની હકારાત્મકતા છે. આજે પણ આ એક પાયોનો પ્રશ્ન છે કે કચ્છની કચ્છી ભાષાને માન્યતા નથી મળી.ભાષાને માન્યતા મળે તે માટે માત્ર દરખાસ્ત કરીશું તો બરખાસ્ત થશે માટે કચ્છી ભાષાને માન્યતા મળે તે માટે કચ્છના બધા લોકો જે રીતે સ્વતંત્રતા માટે લડત કરી હતી તેવી જ રીતે એક સાથે મળીને લડત કરીએ.કચ્છી ભાષા શીખવા માટે ક્લાસિસ પણ શરૂ થવા જોઈએ.

કચ્છી વસે ત્યાં કચ્છ કચ્છ થઈ જાયઃ સરહદી જિલ્લા કચ્છની સરહદે સુરક્ષા કરતા દેશના જવાનો જે અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે ત્યારે તેમના માટે કચ્છની કચ્છી ભાષા સમજવી અનિવાર્ય બને છે અને તેઓને પણ કચ્છી ભાષા શીખવા માટે એક અનેરો ઉત્સાહ હોય છે અને ધગશ હોય છે.વિશ્વ કચ્છી ભાષા એટલે જ હોય છે કે કચ્છી ભાષા વિશ્વના ખૂણે ખૂણે વિસ્તરેલી છે માટે જ દુલેરાય કારાણીએ કહ્યું છે કે "જિત જિત હિકડો કચ્છી વસે ઓતે ડીંયા ડીં કચ્છ".જ્યાં એક કચ્છી વસે ત્યાં કચ્છ કચ્છ થઈ જાય કચ્છીયત થઈ જય છે.

કચ્છી ભાષાનો શબ્દકોશ, પાઠાવલીઃ કચ્છી ભાષાના સાહિત્યમાં કચ્છના જ એવા દુલેરાય કારાણીનો વિશેષ ફાળો છે. કચ્છના ઐતિહાસિક ઇતિહાસ અને દંતકથાઓ અને લોકકથાઓને દુલેરાય કારાણીએ કચ્છી ભાષામાં લખી છે ઉપરાંત કચ્છી ભાષાનો શબ્દકોશ પણ આપ્યો છે. દુલેરાય કારાણીએ સાહિત્યની સાથે સાથે કચ્છી ભાષામાં ઉખાણાં અને કચ્છી કહેવતો પણ લખી છે. દુલેરાય કારાણીની સાથે સાથે ગત વર્ષના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કચ્છના નારાયણ જોશીએ પણ કચ્છી ભાષા માટે અનન્ય ફાળો આપ્યો છે અને કચ્છમાં બિન-કચ્છી શિક્ષકોને કચ્છી ભાષા શીખવામાં મદદ મળે એ માટે કચ્છી પાઠાવલી પણ તેમના દ્વારા બનાવવામાં આવી હતી.

સંવિધાનની આઠમી સૂચિમાં કચ્છી ભાષાને સમાવવા માટે માગણીઃ કચ્છી ભાષા બોલનારા લોકો માત્ર કચ્છમાં નહિ, પણ ભારત તેમજ વિશ્વના જુદાં જુદાં ખૂણે પણ વસી રહ્યા છે. કચ્છના કચ્છી ભાષાના પ્રિય લોકોએ અનેક વખત સંવિધાનની આઠમી સૂચિમાં કચ્છી ભાષાને સમાવવા માટે માંગણી કરી છે પણ બંધારણીય માન્યતા મળે તે પહેલાં લોકોના હૃદયમાં માન્યતા મળવી વધારે જરૂરી છે.ખુમારી ધરાવતા આ કચ્છની ખુમારી વારી ભાષાને બંધારણીય દરજ્જો મળે તે માટે ઘણા પ્રયત્નો આજ દિવસ સુધી થયા છે પરંતુ આ ભાષા માત્ર બોલી બનીને રહી ગઈ છે.

આ પણ વાંચોઃ G20 Summit India: સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભવો અભિભૂત

કચ્છી સાહિત્ય અકાદમીઃ કચ્છની પોતાની આ કચ્છી ભાષા બોલનારા અનેક લોકો છે, પુસ્તકો છે, લેખો છે, કવિતાઓ અને કહેવતો છે, સાહિત્ય અકાદમી પણ છે તો સાથે જ કેન્દ્ર સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર છે, પરંતુ હજી પણ બંધારણીય દરજ્જો નથી મળ્યો. ખરેખર રાજકીય નેતાઓની આ ભાષાને દરજ્જો અપાવવા માટે પ્રબળ પ્રયાસો કરવા જોઈએ. કચ્છના લોકોને આશા છે કે એક દિવસ જરૂરથી કચ્છની કચ્છી ભાષાને બંધારણીય દરજ્જો મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.