કચ્છ: આપણો ભારત દેશ અનેકવિધ ઐતિહાસિક ધરોહરથી સમૃદ્ધ છે. જેના કારણે આજે વિશ્વના નકશા પર ભારત અનેરું સ્થાન ધરાવે છે. પ્રવાસન ક્ષેત્રે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. પણ આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનો દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યે નીરસ હોય એવું જણાઈ રહ્યું છે. યુવાનોની આ નિરસતાને દૂર કરી દેશના ઐતિહાસિક સ્મારકો અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે એવા ઉદ્દેશ્ય સાથે "ક્રાફ્ટ ઓફ આર્ટ" દ્વારા આગામી આજે હેરિટેજ ખાતે ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વિખ્યાત કલાકારોએ સીદી ધમાલ રજૂ કર્યું: આ ઉપરાંત કચ્છના કલાકારો પણ પોતાની કલા પીરસી હતી. જેમાં મુરાલાલ મારવાડા સૂફી લોક કલા રજૂ કરી હતી. આ ઉપરાંત ભરૂચના વિખ્યાત કલાકારોએ સીદી ધમાલ રજૂ કરી હતી. ગુજરાત પ્રવાસન નિગમ તથા કલાવારસો કચ્છના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. ધોળાવીરા ખાતે ઉત્ખનની સાઇટ પર વિવિધ સ્થળે ખાસ સ્ટેજ તૈયાર કરાશે. જેના પર જુદા જુદા કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કલાકાર માનવ ગોહિલે કર્યું હતું.
30થી પણ વધુ કાર્યક્રમો: કાર્યક્રમ દરમ્યાન ક્રાફટ મ્યૂઝિયમ, વોકિંગ ટુર, ફોટો પ્રદર્શનનો પણ પ્રવાસીઓ લાભ લીધો હતો. આ કાર્યક્રમની વિશેષ આકર્ષણ હડપ્પન સમયની વિવિધ હસ્તકલાઓનું જીવંત પ્રદર્શન તથા નિદર્શન પણ કચ્છના હસ્તકલા કારીગરો કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 વર્ષોથી ક્રાફ્ટ ઓફ આર્ટના 30 થી પણ વધુ કાર્યક્રમ દ્વારા સરખેજ રોજા, ભદ્રનો કિલ્લો, તીન દરવાજા , રાણી કી વાવ પાટણ, સૂર્યમંદિર મોઢેરા અને ઔરંગાબાદ ઇલોરા ગુફાઓ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે 5000 વર્ષ જુના હડપ્પીયન સંસ્કૃતિના નગર ધોળાવીરા ખાતે લોકો ઐતિહાસિક સ્મારકની ઓળખ કલાકારીગરી અને અલભ્ય ઇતિહાસને સંગીતના માધ્યમથી જાણ્યું હતું.
આ પણ વાંચો: કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ
5000 વર્ષ પૂર્વે જ્યાં ઉત્સવ ઉજવાતો ત્યાં ફરી સુરો રેલાયા: ધોળાવીરા ફેસ્ટિવલ માણવા આવેલા પ્રવાસી હિમાંશુ રાસ્તેએ જણાવ્યું હતું કે, પહેલી વખત કચ્છ માં આવો પ્રોગ્રામ થઈ રહ્યો છે જે રીતે ધોળાવીરામાં સુરો ગુંજ્યા છે ફ્યુઝન કહી શકો કે પછી મુરાલાલા હોય અદભૂત પરફોર્મન્સ હતા. અહીં ક્રાફટ ઓફ આર્ટસ, ગુજરાત ટુરિઝમ અને વહીવટીતંત્ર દ્વારા ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. 5000 વર્ષ જૂના હડપ્પીયન સંસ્કૃતિના નગર ધોળાવીરા માં જ્યાં સ્ટેડિયમ હતું અને જ્યાં રમતો રમાતી, ઉત્સવો મનાતા ત્યાં જ ફરી ધોળાવીરા ફેસ્ટિવલ યોજાયો છે અને ખરેખર ગજબની અનુભૂતિ છે.
આ પણ વાંચો: Kutch Express Film : કચ્છ એક્સપ્રેસના સ્ટારકાસ્ટે Etv Bharat સાથે કરી ખાસ વાતચીત
દેશ અને વિશ્વના જાણીતા કલાકારો: ક્રાફટ ઓફ આર્ટસ અમદાવાદના સ્થાપક બિરવા કુરેશીએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેશના ઐતિહાસિક વારસાને પ્રત્યે લોકોનો લગાવ વધે એ માટે અત્યાર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના અગિયાર સ્મારકોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે `ધોળાવીરા ફેસ્ટિવલ' દરમ્યાન દેશ અને વિશ્વના જાણીતા કલાકારો ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાવાદન), જ્યોર્જ બ્રુક્સ (અમેરિકન સેક્સોફોન વાદન), દિલશાદ ખાન (સિતાર વાદન), સાંજે દિવેચા (ગિટાર વાદન), ગિરધર ઉડુપા (ગટમ્ વાદન), મંજુનાથ (ડ્રમ વાદન)ના કાર્યક્રમો આપ્યા હતા. હજારોની સંખ્યામાં લોકોએ અહીં મુલાકાત લીધી હતી અને જાણે ધોળાવીરા ફરીથી જીવંત બની ગયું હતું.