ETV Bharat / state

વેલમાર્ક લો પ્રેશર ઈફેક્ટ: કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ - low pressure effect

અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરની અસરને પગલે શનિવારે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

લો પ્રેશર ઈફેક્ટ
લો પ્રેશર ઈફેક્ટ
author img

By

Published : Oct 18, 2020, 2:39 AM IST

  • ઓમાન તરફ વધી રહ્યું છે વેલમાર્ક લો પ્રેશર
  • કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ
  • સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું

કચ્છ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરને કારણે કચ્છના અબડાસામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભુજ અને ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ભચાઉ અને વાગડ પંથકમાં પણ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગેે જણાવ્યું કે, વેલમાર્ક લો પ્રેશર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને કચ્છના કાંઠાથી ખુબ દૂર છે. જો કે, તેની અસર કચ્છમાં દેખાઈ રહી છે.

કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ
કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ

રવિવારે પણ વરસાદ પડે તેવી શક્યતા

શનિવારે કચ્છમાં વરસાદ નોંધાયો છે. જયારે રવિવારે પણ આ અસરને કારણે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિમાં પણ વધઘટ નોંધાઈ શકે છે.

કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ
કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ

1 નંબરનું સિગ્નલ લગાવાયું

વેલમાર્ક લો પ્રેશરની અસરને જોતાં હવામાન વિભાગે કચ્છના બંદરો પર ખતરો દર્શાવતું એક નંબરનું સિગ્લન લગાવ્યું છે.

માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ

હવામાન વિભાગે જણાવ્યું છે કે, લો પ્રેશરની સ્થિતિને જોતાં માછીમારો હાલમાં દરિયો ન ખેડે તે હિતાવહ છે. સાથે જ આ વરસાદને પગલે ખેડૂતોની નુકસાની નિવારવા પણ તંત્ર ખેડૂતો સાથે મળીને પ્રયાસ કરી રહ્યું છે. જો કે, વરસાદની અસરને પગલે ખેડૂતોને માર તો ચોક્કસ પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.