- કચ્છમાં અત્યાર સુધીમાં 204 દર્દીઓના મોત થયા છે
- અત્યાર સુધીમાં કચ્છમાં કુલ 8,695 પોઝિટિવ કેસો નોંધાયા છે
- કચ્છના ભૂદેવોએ મહાદેવ પાસે કોરોનાની મહામારી નાથવા કરી પ્રાર્થના
કચ્છ : ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કચ્છના તમામ ભૂદેવોએ એકઠા થઇને ભગવાન મહાદેવ પાસે કોરોનાને નાથવા પ્રાર્થના કરી હતી તથા કોરોનાથી હવે કોઈ દર્દીનું મોત ન થાય તે માટે વિષ્ણસહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિશ્વ અસ્થમા દિવસ: કોરોના કાળમાં વધારે ધ્યાન રાખે અસ્થમાના દર્દીઓ
ભૂદેવો દ્વારા કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા અપીલ કરાઇ
ભૂદેવો દ્વારા લોકોને સકારાત્મક વિચારો રાખવા તેમજ હવે કચ્છમાં કોઈ કોરોનાથી મૃત્યુ ન થાય તે માટે ભગવાનની આરાધના કરવા અપીલ કરાઇ હતી અને જરૂર ન જણાય તો ઘરની બહાર ન નીકળવા અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.