ETV Bharat / state

સ્વામિનારાયણ ભગવાને પણ જેની પૂજા કરી, તેવું ઐતિહાસિક મહાદેવનું મંદિર

કચ્છના માનકુવા ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા વિચેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં (Shravan 2022) ભક્તિનો માહોલ જોવા મળે છે. માનવામાં આવે છે કે, માનકુવા ગામમાં સ્વામિનારાયણ ભગવાન (Vicheswara Mahadev) પોતાનું ચિર સંભારણું આપતા ગયા છે.

સ્વામિનારાયણ ભગવાને પૂજા અર્ચના કરેલા મંદિરે શ્રાવણ માસમાં જામે છે કંઈક અલગ માહોલ

author img

By

Published : Aug 6, 2022, 2:57 PM IST

કચ્છ : હાલ શ્રાવણ માસ ચાલુ છે અને શહેરના શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે, ત્યારે ભુજથી 18 કિલોમીટર દૂર માનકુવા ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા વિચેશ્વર મહાદેવના (Vicheswara Mahadev) શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં (Shravan 2022) ભક્તિનો માહોલ જામે છે. અહીં આવતા તમામ શિવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગૂંજી ઉઠે છે.

પવિત્ર પ્રસાદીનું સ્થળ - પ્રભુની પ્રેમ પ્રસાદી એવું આ વિચેશ્વર તળાવએ સ્વામિનારાયણ ભગવાનનું (Lord Swaminarayan) પવિત્ર પ્રસાદીનું સ્થળ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ દરમિયાન એક વખત માનકુવા ગામમાં વિચરણ (Swaminarayan Bhagwan in Mankuwa village) માટે પધાર્યા હતા. તે સમયે ભગવાન તેના ભકતજનો સાથે આ તળાવમાં સ્નાન કરવા માટે વહેલી પરોઢે નીકળી પડતા અને વિચરણ કરતા. આમ, આ સ્થળ પર સ્વામિનારાયણ ભગવાન વિચરણ કર્યું હોવાથી તે સ્થળનું નામ વિચેશ્વર રાખવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ ભગવાને પૂજા અર્ચના કરેલા મંદિરે શ્રાવણ માસમાં જામે છે કંઈક અલગ માહોલ

સ્વયંભૂ મહાદેવજીની સાક્ષાત - સ્વામિનારાયણ ભગવાન માનકુવા ગામને પોતાનું ચિર સંભારણું આપતા ગયા છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને હરિભક્તો માટે તે એક પવિત્ર તીર્થ સ્થળ બની ગયું છે. જે માનકુવા ગામની ઉત્તરમાં આવેલું છે. જ્યાં સુંદર રમ્ય વાતાવરણ આપણા મનને પવિત્રતાની સાથે શાંતિ પણ બક્ષે છે. અહીં એક વિશાળ તળાવ આવેલું છે. જેમાં હજારોની સંખ્યામાં કમળના ફૂલ ઉગે છે અને આ તળાવના કિનારે મહાદેવજીનું એક મંદિર છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ છે. અહીં બેઠેલા સ્વયંભૂ મહાદેવજીની સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને પુજા અર્ચના કરેલ છે. આ સ્થળ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થળ ગણાય છે. સ્વયંભૂ પ્રગટ થયેલા વિશેશ્વર મહાદેવના હરિભક્તો ભાવથી દર્શન કરી આનંદ માણે છે.

આ પણ વાંચો : Adi Sankaracharya Jayanti: સનાતન ધર્મના સ્થાપક આદી જગતગુરુ શંકરાચાર્યની આજે છે જયંતી

સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો આવે છે - વિચેશ્વર મહાદેવના મંદિરે (Swayambhu Mahadevji in Gujarat) દર્શન કરવા માટે લોકોના માત્ર કચ્છથી પરંતુ ગુજરાતના જુદાં જુદાં વિસ્તારમાંથી શિવભક્તો શીશ નમાવવા આવે છે. આ મંદિર હવે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસતું જઈ રહ્યું છે. લોકો રજાના દિવસોમાં, શ્રાવણ માસમાં તથા શિવરાત્રિના મોટી સંખ્યામાં વિચેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે.

આ પણ વાંચોઃ રામ અને કૃષ્ણની યુદ્ધ નીતિનો શું હતો ભેદ ?

લોકોને મનની શાંતિ અને પવિત્રતા - સમયની સાથે સાથે ગામ લોકો દ્વારા (Shravan month in Shivalayams) આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો અને એક રમત-ગમતનું મેદાન બનાવવામાં આવ્યું. જેથી બાળકો અહીં રમવાનો આનંદ લૂંટી શકે છે. ગામના લોકો અને બાળકો દ્વારા નવરાશના સમયે અહીં ક્રિકેટની રમતનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ લોકો મનની શાંતિ અને પવિત્રતા મેળવવા માટે આવતાં હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.