ETV Bharat / state

Kutch University : ખાલી પડેલી બેઠકો માટે અનેક વાર રજૂઆત છતાં કોઈ ધ્યાન નથી દેતું, કેમ?

કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલી સિન્ડિકેટ (Kutch University Syndicate Committee) બેઠકને લઈને વહીવટી અને શૈક્ષણિક નિર્ણયોમાં અસર પડી રહી છે. આ બાબતે મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી સિન્ડિકેટ સમિતિ જ નથી. આ ઉપરાંત બે વર્ષ પહેલા ABVP અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં (Two Seats Vacant Kutch) કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે યુનિવર્સિટીની સિન્ડિકેટ (Kutch University) સમિતિને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે.

Kutch University : ખાલી પડેલી બેઠકો માટે અનેક વાર રજૂઆત છતાં કોઈ ધ્યાન નથી દેતું, કેમ?
Kutch University : ખાલી પડેલી બેઠકો માટે અનેક વાર રજૂઆત છતાં કોઈ ધ્યાન નથી દેતું, કેમ?
author img

By

Published : Jun 20, 2022, 2:25 PM IST

કચ્છ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (Kutch University) લાંબા સમયથી કોઈના કોઈ મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે, ત્યારે મહત્વની વાત એ છે કે, યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ ગણાતી સિન્ડિકેટ સમિતિના સભ્યોની બેઠક છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડી છે. જેના કારણે યુનિવર્સિટીના વહીવટી અને શૈક્ષણિક નિર્ણયોમાં અસર પડી રહી છે. જેમ સરકાર ચલાવવા માટે વ્યવસ્થિત માળખું હોય તેમ યુનિવર્સિટીનો વહીવટ ચલાવવા માટે વીસી, રજીસ્ટ્રાર, સિન્ડિકેટ સમિતિ અને સેનેટ સભ્યો હોય છે. યુનિવર્સિટી પાસે કાયમી વીસી અને રજીસ્ટ્રાર છે પણ મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી સિન્ડિકેટ સમિતિ જ નથી. સિન્ડીકેટ સમિતિમાં બે સભ્યોની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર તેમના બે પ્રતિનિધિને સભ્ય તરીકે મૂકે છે, જ્યારે બીજા સભ્યો સ્થાનિકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે.

કચ્છ યુનિવર્સિટીમાં મહત્વના નિર્ણયો લેવા કોઈ સિન્ડિકેટ સમિતિ નથી

2 વર્ષથી 2 બેઠકો ખાલી - સિન્ડિકેટ સમિતિની બેઠક મળે તેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવતા હોય છે. પણ કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ જગ્યાઓ ખાલી પડી છે. સરકાર દ્વારા સભ્યોની નિમણુંક કેમ કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. હાલમાં જ્યારે 22મી તારીખે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સિન્ડિકેટ સમિતિ વગર જ પદવીદાન થવા જઇ રહ્યો છે. કચ્છના શિક્ષણ માટે (Two Seats Vacant Kutch) મહત્વની ગણાતી યુનિવર્સિટીમાં સભ્યોની નિમણુંક કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓના શિક્ષણને તેમજ કારકિર્દીને લઈને યોગ્ય નિર્ણયો લઈ શકાય અને આ પ્રક્રિયામાં સરકાર પણ સહયોગી બને તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : શું નારિયેળ પાણીમાં જીવલેણ તત્વો હોય છે ? તો તેને આ રીતે ચકાસી શકો છો

ABVP દ્વારા પણ અનેક વાર રજૂઆતો - 2 વર્ષથી બે સિન્ડિકેટની કમી છે જેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કે યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ પગલાંનુ નિરાકરણ આવ્યું નથી. જો સિન્ડિકેટ સમિતિ હોત તો કચ્છ (Kutch University Syndicate Committee) યુનિ.ના પદવીદાન ચાલુ વર્ષે 4 તારીખો બદલાઈ તે ન બદલાઈ હોત અને શિક્ષણ તેમજ વહીવટને લગતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ બેઠકમાં લાવી શક્યો હોત, ત્યારે હવે આ મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો : કચ્છ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીઝ અને IAS કોચિંગ સેન્ટરનું લોકાર્પણ, સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી

4 વર્ષથી સેનેટની ચૂંટણી નથી થઈ - ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓએ સેનેટની (Senate Election in Kutch) ચૂંટણી મુદ્દે હોબાળો કર્યા બાદ પ્રોફેસર પર શાહી ફેંકવામાં આવી હતી. જેથી તે સમયે ચૂંટણી રદ કરવામાં આવી પણ ત્યારબાદ સેનેટની ચૂંટણી (Kutch Syndicate Committee Meeting) બીજી વખત યોજી શકાય જ નથી. શાહીકાંડ બાદ 4 વર્ષથી સેનેટની ચૂંટણી નથી થઈ. સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સિન્ડિકેટના 2 સરકારી સભ્યોની જગ્યા ખાલી હોવાથી આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી આ જગ્યા સર્વે ભરવામાં આવે તેવી માંગણી પણ કરવામા આવી છે. આ ટર્મ ને તો હવે માત્ર થોડોક જ સમય બાકી છે, ત્યારે આવતી ટર્મથી સરકાર દ્વારા 2 સિન્ડિકેટ સભ્યોની નિમણુંક કરવામાં આવે તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.