કચ્છ: ભુજ તાલુકાના કુકમા ગામે ખૂની ખેલ ખેલાયો હતો. દારૂની બાતમી આપવા જેવી બાબતે બે સગાભાઈ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક 22 વર્ષીય આઝાદ હુસેન કકલ અને તેનો ભાઈ રજબ બંને બાઈક પર જતા હતા તે સમયે કુકમા ગામની શેરીમાં આરોપીઓએ ભેગા મળી બન્ને ભાઈઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જયારે એક ભાઈ રજબ કકડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા ભેદ ઉકેલી દીધો હતો. હાલ પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડી આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભુજમાં કુકમા ગામના ખુની ખેલના બે આરોપીની ધરપકડ, દારૂ વેચાણની બાતમીમાં કરી હતી હત્યા
ભુજ નજીક આવેલા કુકમા ગામે દેશી દારૂના ધંધાર્થીઓ વચ્ચે પોલીસને બાતમી આપવા અંગેની અદાવતમાં બે સગાભાઈ પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જયારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. જ્યારે ગણતરીના કલાકોમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.