- ભુજ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
- વર્ષ 1944માં શહીદ થયેલા ફાયરબ્રિગેડના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
- મુંબઈમાં બ્રિટિશ જહાજમાં લાગેલી આગને બૂઝવતા વખતે 66 જવાન થયા હતા શહીદ
આ પણ વાંચોઃ ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ
ભુજઃ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે બુધવારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અગ્નિશમન સેવા દિન (ફાયરબ્રિગેડ ડે) ઉજવવામાં આવ્યો હતો. વર્ષ 1944માં મુંબઈ ખાતે બ્રિટિશ જહાજમાં આગ લાગતા મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ દેશહિતમાં પોતાનું બલિદાન આપ્યું હતું. તેમને યાદ કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કુદરતી આફતોમાં ફાયરના જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર સેવા બજાવે છે ત્યારે ફાયરબ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી જવાનોની શહીદીને માન આપવા દર વર્ષે 14 એપ્રિલે અગ્નિ શમન સેવા દિન ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગના બનાવ આવ્યા સામે
શહીદ જવાનોના કાર્યોને યાદ કરાયા
14 એપ્રિલના દિવસે ભુજ નગરપાલિકાના અગ્નિશમન સેવા કેન્દ્ર ખાતે ફાયરના જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે શહીદ જવાનોના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.