કચ્છઃ જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ કોરોના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જોકે, તમામ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારે, કોરોના વાયરસને લઇને તમામ સાવચેતીના પગલાં ભુજ એરપોર્ટ પર લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર આવતા જતા તમામ પ્રવાસીઓનો સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીઆરપીએફ સાથે તમામ જાગૃતિ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
![ભુજ એરપોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6447391_bhuj.jpg)