કચ્છ ગુજરાતમાં આવેલું એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગને કરોડોનું નુકસાન થાય છે. પરિવહન માટે ટિમ્બર વહનહેતુંક પાસની ઓફ લાઈન ચાલતી વર્ષો જૂની પ્રથાને બંધ કરી દેવામાં આવી છે.ઓનલાઈન ટિમ્બર વહનહેતુંક (ટ્રાંઝીટ પાસ) માટે ટિમ્બર વેપારીઓ હેરાન( Transit pass problem to Kutch timber industry ) થઈ રહ્યા છે. વન વિભાગના અધિકારીઓના કારણેટિમ્બર ઉદ્યોગ ઠપ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક વન અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ ટિમ્બર વેપારીઓ દ્વારા (Allegations of corruption on forest department ) કરવામાં આવી રહ્યા છે.
એશિયાનો સૌથી મોટો ટીમ્બર ઉદ્યોગ જે કચ્છના ગાંધીધામ - કંડલા વિસ્તારમાં આવેલું છે તે હાલ અચાનક ઠપ થઈ ચૂક્યું છે, એક બાજુ રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે તો બીજી બાજુ સ્થાનિક અધિકારીઓ દ્વારા જાણી જોઈને કરવામાં આવતી હેરાનગતિને કારણે વેપારીઓ રોષે ભરાયાં છે.
ટિમ્બર વેપારીઓ આક્ષેપો (Allegations of corruption on forest department )કરતાં જણાવી રહ્યા છે કે પુર્વ કચ્છમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓના કારણે એશિયાના સૌથી મોટા ટીમ્બર ઉદ્યોગને કરોડોનો નુકસાન થઈ રહ્યો છે અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
ઓનલાઈન પાસ સિસ્ટમના કારણે ટીમ્બર ઉદ્યોગ ઠપ ટિમ્બર પરિવહન માટે ટિમ્બર વહનહેતુંક પાસની જરૂરિયાત રહેતી હોય છે. આ પાસ વર્ષોથી ઓફ્લાઈન મળી રહ્યા હતા. ત્યારે કચ્છમાં વિદેશથી આયાત થતાં ટિમ્બર પરિવહન માટે ટિમ્બર વહનહેતુંક પાસની ઓફ લાઈન ચાલતી વર્ષો જૂની પ્રથા અચાનક બંધ ( Transit pass problem to Kutch timber industry ) થઈ ગઈ છે. સુચના બાદ અચાનકથી ઓફલાઈન બંધ કરી દેવાતા ઓનલાઈન ટિમ્બર વહનહેતુંક પાસ માટે ટિમ્બર વેપારીઓને હેરાન કરવા આવી રહ્યા છે.
પુર્વ કચ્છની અંજાર રેન્જ ફોરેસ્ટની કચેરી આ ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે ટિમ્બર વેપારીઓ ઓનલાઈન એપ્લિકેશન આપ્યા બાદ પણ માત્ર 70 થી 75 જેટલા ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થયા છે, બાકી 350 જેટલી અરજી હજુ પેન્ડિંગ જ છે,જેના પરિણામે એશિયાનો સૌથી મોટો ટિમ્બર ટ્રેડ મુશ્કેલીમાં ( Transit pass problem to Kutch timber industry ) મુકાયો છે.
ટ્રાંઝીટ પાસ ઇસ્યુ ન થતાં ટિમ્બર ટ્રેડને કરોડોનું નુકસાન ટિમ્બર વેપારીઓને ટ્રાંઝીટ પાસ ઇસ્યુ ન થતાં હાલમાં 400 જેટલા ટિમ્બર લોડેડ ટ્રકોના પૈડા માત્ર આજ કારણોસર થંભી ગયા છે અને ટિમ્બર ટ્રેડને કરોડો રૂપિયાની નુકસાન થઈ રહી છે. કંડલા ટિમ્બર એસો.નાં (Allegations of corruption on forest department )જણાવ્યા મુજબ રાજ્યનાં વન વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ટિમ્બર ઉદ્યોગને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે, પરંતુ અંજાર ખાતે આવેલી રેન્જ ફોરેસ્ટની કચેરી ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે કોઈ પણ સગવડ નથી.
એટલું જ નહી, પાસ ઇસ્યુ માટે કમ્પ્યુટર જેવી બેઝિક સુવિધા પણ નથી, મોબાઈલનાં ભરોશે ઓનલાઈન ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે, જેના કારણે અનેક ટ્રાંઝીટ પાસની અરજી પેંડિંગ છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક કોઈ સગવડ ઊભી કરીને ટિમ્બર વેપારીઓને ટ્રાંઝીટ પાસ ઇસ્યુ કરાવે જેથી વધારે નુકસાન થતું અટકાવી શકાય.
પૂર્વ કચ્છની સ્થાનિક વન વિભાગની કચેરી દ્વારા મનમાની કંડલા ટિમ્બર એસોસિએેશનના વેપારી નવનીત ગજજરે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની સ્થાનિક વન વિભાગની કચેરી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે, અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર (Allegations of corruption on forest department ) ચાલી રહ્યો છે, જેના કારણે એશિયાના સૌથી મોટો ટિમ્બર ટ્રેડ પરેશાન થઈ રહ્યો છે, ઓફ્લાઈન સિસ્ટમમાં ટ્રાંઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ 20 રૂપિયા હતી, પરંતુ તેની જગ્યા 280 રૂપિયા લેવાતા હતા, ટિમ્બર સો મિલના વન ટાઇમ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ સોંપણી માટે પણ 20,000 જેટલા રૂપિયા લેવાયા છે તેવા આરોપ ટિમ્બર વેપારીઓ ( Transit pass problem to Kutch timber industry ) લગાડી રહ્યા છે.
ટીમ્બર ઉદ્યોગનો ટ્રાન્ઝીટ પાસનો પ્રશ્ન ઉકેલાયો પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,ઓનલાઈન પાસ માટે ટિમ્બર એસોસિયેશનને વારંવાર પત્રવ્યવહાર કરીને પોતાનું રજીસ્ટ્રેશન તેમજ હયાત સ્ટોકનું રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવેલ. ત્યાર બાદ ધીરે ધીરે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા હતા અને આ અંગે મિટિંગ પણ યોજવામાં આવી હતી. CCF ની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ સમિતિ પણ છે.
ઓનલાઇન પાસનું અમલીકરણ 1લી ઓકટોબર 2022થી ઓનલાઇન પાસનું અમલીકરણ પ્રેક્ટિકલ રીતે શરૂ કરવામાં આવ્યું.ઓનલાઈન પાસ માટે સવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાસ ઇસ્યુ કરી શકાય છે.ટેકનિકલ ખામીના કારણે વેરીફીકેશનમાં પણ તકલીફ પડી હતી. માટે તમામ ગાડીઓનો પાસ ઇસ્યુ નતા કરી શકાયા.પરંતુ હવે સમસ્યા ઉકેલાઈ ગઈ છે.રોજના રોજ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે અને ટેકનિકલ ખામી પણ ઉકેલાઈ ગઈ છે. તેમજ જે વેપારીઓને ઓનલાઇન પાસ તકલીફ પડે છે તેમના માટે ઓફ્લાઈન પાસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.