કચ્છ પૂર્વ કચ્છના આદિપુરના વેપારી હનીટ્રેપનો (Trader in honeytrap case) ભોગ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તેમની અંગતપળોનું શૂટિંગ કરી લઈને આરોપીઓએ તેમની પાસેથી 10,00,00,000 રૂપિયાની ખંડણી માગી હતી. જોકે, આ આરોપ સાથે ભુજ અને મુંબઈના જાણિતા 8 લોકો સામે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી આજે 1 આરોપીની ધરપકડ (Kutch Police arrested accused) કરવામાં આવી છે.
હનીટ્રેપમાં ફસાવી 10 કરોડની કરાઈ ખંડણી આદિપુરના વેપારીએ ભૂજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને (Bhuj b division police station) માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલી ખૂનકેસમાં જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલા જેન્તી ઠક્કર તથા તેના ભાણેજ ખુશાલ ઠક્કર, જમીન બિલ્ડર તથા ડિશ કેબલના ધંધાર્થી વિનય રેલોન, ભચાઉના એડવોકેટ હરેશ કાંઠેચા અને તેના મિત્ર મનીષ મહેતા તેમ જ મુંબઈમાં આવેલી કચ્છ લડાયક મંચ સંસ્થાના રમેશ જોષી, તેમના ભાઈ શંભુ જોષી ઉપરાંત મૂળ વડોદરાની આશા ધોરી નામની યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અશ્લીલ વીડિયો ક્લિપનું રેકોર્ડિંગ બતાવી પતાવટ કરવા માટે કરી વાત ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી સાથે આરોપી આશા ધોરીએ વોટ્સએપ પર વાતચીત કરી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેને હોટેલમાં મળવા બોલાવી ફરિયાદીને હનીટ્રેપમાં (Trader in honeytrap case) ફસાવ્યા હતા. પ્રથમ વખત આરોપીએ વેપારી પાસેથી 20,000 રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ વધુ 50,000 રૂપિયાની માગણી કરતાં ફરિયાદીએ આપ્યા નહતા. થોડાક સમય બાદ આરોપી વિનય તથા એડવોકેટ હરેશે ફરિયાદીને ભુજ બોલાવી મહિલા સાથેની અશ્લીલ વીડિયો ક્લિપનું રેકોર્ડિંગ બતાવી મામલાની પતાવટ માટે જેન્તી ઠક્કરનો સંપર્ક કરવા કહ્યું હતું અને વિનયે પતાવટ માટે મુંબઇના રમેશ જોષીનો સંપર્ક કરવા (Kutch Crime News) કહ્યું હતું.
8 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો આરોપીઓએ વેપારી પાસેથી 10,00,00,000 રૂપિયાની ખંડણીની માગણી કરી હોવાના પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે (Bhuj b division police station) એકસંપ થઈ ગુનાહિત કાવતરૂં રચી ખંડણી માગવા સંદર્ભે વિવિધ કલમો 34, 120-બી, 387 તળે ગુનો દાખલ (Kutch Crime News) કર્યો છે.
એક આરોપીની ધરપકડ ભુજ એસપી કચેરીએથી પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ (Bhuj b division police station) માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં એક આરોપી વિનય રેલોનની ધરપકડ કરવામાં (Kutch Police arrested accused) આવી છે. તેને કોર્ટમાં રજૂ કરવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તો બીજા આરોપીઓની ભૂમિકાની પણ ચકાસણી હાલમાં ચાલુ છે. ક્યાં આરોપીની શું ભૂમિકા છે? ફરિયાદી પાસે ક્યાં ક્યાં સચોટ પૂરાવાઓ છે. તે તમામ માહિતી ચકાસવામાં આવી રહી છે. જ્યારે 10,00,00,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને આ કિસ્સામાં 8 આરોપીઓ છે. આ આરોપીઓના પહેલા પણ ગુનાહિત ઇતિહાસ છે માટે એ દિશામાં પણ તપાસ કરવામાં (Kutch Crime News) આવશે.