ETV Bharat / state

Kutch Rann Utsav 2021:રણોત્સવમાં ફુલ મૂન નાઈટનો નજારો જોઈ પ્રવાસીઓ થયા મોહિત - ફુલ મૂન નાઈટનો નજારો

કચ્છના રણોત્સવમાં લોકોને ખુબ જ મજા પડે છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણનો (White desert) નજારો (Kutch Rann Utsav 2021) નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુકથી લે છે. તેમાં પણ પ્રવાસીઓ ફુલ મૂન નાઈટ (full moon night)નો નજારો માણવા માટે રણોત્સવમાં ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવતાં હોય છે અને આહ્લાદક દૃશ્ય જોઈને ખુશ થતા હોય છે. પ્રવાસીઓને રાત્રીના સમયે સફેદ રણ અને પૂનમની રાત્રિનો ચાંદ બન્નેનું મિશ્રણ થતું દૃશ્ય જોઈને એક જ વાત મોઢામાંથી નીકળે છે 'વાહ શું અદભુત દૃશ્ય છે'.

Kutch Rann Utsav 2021
Kutch Rann Utsav 2021
author img

By

Published : Dec 21, 2021, 8:50 AM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં ટુરિઝમનું હબ બની ગયેલું સફેદ રણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ ક્ચ્છ પૂરા વિશ્વમાં સફેદ રણને (White desert) કારણે પ્રસિદ્ધ બન્યું છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણનો નજારો નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુકથી લે છે. 2006થી રણોત્સવની (Kutch Rann Utsav 2021) શરૂઆત કરવામાં આવી હતી. ચાલું વર્ષે રણોત્સવનો 1 નવેમ્બરથી પ્રારંભ થયો છે.

Kutch Rann Utsav 2021:રણોત્સવમાં ફુલ મૂન નાઈટનો નજારો જોઈ પ્રવાસીઓ થયા મોહિત

પ્રવાસીઓ ટેન્ટ સિટીની મજા અચૂક માણે છે

સરહદી વિસ્તારમા રહેતા લોકોની ગ્રામ્ય સંસ્કૃતિની આબેહૂબ મકાનો તેમજ ખાનગી રિસોર્ટમાં ઉભા કરાયેલા આકર્ષક દેશી ભૂંગા એટલે કે રહેવા માટેના મકાન લોક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. દેશ- વિદેશના પ્રવાસીઓ જ્યારે રણોત્સવની મુલાકાતે આવતા હોય છે, ત્યારે અચૂક ટેન્ટ સિટીની મજા તેઓ માણતા હોય છે. અહીં પ્રવાસન વિભાગ અને ખાનગી કંપનીની સહભાગીદારીથી ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કચ્છની લોક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે રણોત્સવ

રણોત્સવમાં (Kutch Rann Utsav 2021) કચ્છની લોક સંસ્કૃતિને અનુરૂપ ઝાંખી કરાવતા અનેક પ્રદર્શનો પણ અહીં મૂકવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારથી શરૂ થયેલા ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો, એડવેન્ચર ક્લબ, અહીં આવતા પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવ્યું છે. દેશ- વિદેશના પ્રવાસીઓને કચ્છના સફેદ રણમાં (White desert) જવા માટે સ્પેશ્યિલ ઊંટગાડીઓની પણ વ્યવસ્થા પ્રવાસન વિભાગ તેમજ ખાનગી પેઢી દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓને આકર્ષે છે ફુલ મૂન નાઈટનો નજારો

રણોત્સવનો (Kutch Rann Utsav 2021) નજારો જ્યારે પૂનમની રાત હોય છે ત્યારે કંઇક અલગ જ અનુભવ હોય છે. મોટેભાગે પ્રવાસીઓ ફુલ મૂન નાઈટ (full moon night)નો નજારો માણવા માટે રણોત્સવમાં ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવતાં હોય છે અને આહ્લાદક દૃશ્ય જોઈને ખુશ થતા હોય છે. પ્રવાસીઓને રાત્રીના સમયે સફેદ રણ અને પૂનમની રાત્રિનો ચાંદ (full moon night) બન્નેનું મિશ્રણ થતું દૃશ્ય જોઈને એક જ વાત મોઢામાંથી નીકળે છે 'વાહ શું અદભુત દૃશ્ય છે'. રાત્રીના સમયમાં ટેન્ટસીટીનો નજારો પણ ખૂબ આકર્ષક હોય છે.

રણ દિવસે અને સાંજના સમયે ભૌગોલિક રીતે અલગ જોવા મળે છે

રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા પણ પ્રવાસીઓ માણી રહ્યા છે. વિશ્વમાં ઘણા રણો આવેલા છે તેમાં જો ભારતના રણની વાત કરીએ તો રાજસ્થાનનું રણ જે રેતીના ઢૂવા જોવા મળે છે પણ તેનાથી તદ્દન અલગ કચ્છનું મોટું રણ અલગ પ્રકારની (White desert) વૈવિધ્ય ધરાવે છે અને આ રણ આજે પ્રવાસન પોઇન્ટ બની ગયું છે. એકદમ સપાટ ભૂમિ પર સફેદ ચાદર જોવા મળે છે. રણમાં જેમ ઠંડી વધુ પડે છે તેમ મીઠામાં નમક વધારે જોવા મળે છે. જલ્દીથી વધારે મીઠું બનવાની પ્રક્રિયા પણ થવા લાગે છે. રણ દિવસે અને સાંજના સમયે ભૌગોલિક રીતે અલગ જોવા મળે છે. સમય પ્રમાણે કચ્છના સફેદ રણનો નજારો પણ જુદો દેખાય છે.

આ પણ વાંચો: રણ મહોત્સવમાં PPP મોડેલ પર ટેન્ટ બનાવવા માટે સરકારે 2 ખાનગી કમ્પનીને કોન્ટ્રાક્ટ આપ્યો

આ પણ વાંચો: Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.