કચ્છના ભૂજ ખાતે આવેલી અદાણી સમુહ સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ટી.બી.ના ગળફાની ચકાસણી તથા સામાન્ય અને પરંપરાગત સારવાર ઉપરાંત આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં સૌ પ્રથમ ટી.બીના ચોક્કસ નિદાન અને અસરકારક દવા માટે CBNAAT( કારટ્રીઝ બેઝડ ન્યુક્લિયર એસીડ એમ્પ્લીફીકેશન ટેસ્ટ) ઉપલબ્ધ બનાવાઈ છે. આ ઉપરાંત અધ્યતન સુવિધા જેવી કે, દૂરબીનથી ક્ષયનું નિદાન કરવા બ્રોન્કોસ્કોપી યંત્ર આ હોસ્પિટલમાં પ્રાપ્ય બનાવવામાં આવ્યું છે.બ્રોન્કોસ્કોપી દ્વારા ટી.બી.ના શંકાસ્પદ કેસ સિવાય આ સાધનથી બીજા રોગના નિદાન પણ શક્ય બને છે.
હોસ્પિટલના ક્ષય વિભાગના વડા ડો. ચંદ્રશેખર પુરોહિતે જણાવ્યું હતું.અને આસી. પ્રોફેસર ડો. કલ્પેશ પટેલના જણાવ્યા પ્રમાણે કચ્છમાં આવું યંત્ર માત્ર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હોસ્પટિલમાં દવાઓની આડઅસર, સંપૂર્ણ સારવાર, નિદાનની સુવિધા અને નવી ટી.બી.ની બેડાક્વીલીન નામની દવા જે માત્ર સરકાર દ્વારા જ વિતરણ કરવામાં આવે છે.
કચ્છમાં જ ઉપલબ્ધ છે જો કે, તે દવા માત્ર લાગુ પડતા અને જરૂરીયાતમંદ દર્દીને જ આપવામાં આવે છે. અગાઉ આ દવા માટે દર્દીને પાટણ મોકલવામાં આવતા હતા. એટલું જ નહી શરીરના કોઈપણ ભાગના ટી.બીની તપાસ માટે અધ્યતન સાધનો અને તજજ્ઞોની ટીમઉપલબ્ધ છે. દર્દીઓને તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ બનાવવામાં આવે છે. દર્દીઓનું કાઉન્સીલીંગ પણ કરવામાં આવે છે. ટી.બી. રસીકરણ તેમજ ટી.બી.ના જોખમી પરીબળો સામે પણ સાવધાની વર્તવા અને તંદુરસ્ત ખોરાક માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ રોગ માટે છ મહિનાનો કોર્ષ સાથે ટી.બી.ની દવાની આડઅસર સામે M D R(મલ્ટીડ્રગ રેજીસ્ટંટ) અને ટી.બી.ને કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય તો પણ સારવાર આપવામાં આવે છે.
જો કોઈને બે અઠવાડીયાથી વધુ ઉધરસ થાક, તાવ જણાય તો ટી.બી.ની ચકાસણી કરાવી લેવી હિતાવહ છે. આમ, પૂરી સાવચેતી અને અગમચેતી રાખવામાં આવે અને પુરતી સારવાર તથા છ મહિનાનો કોર્ષ વ્યવસ્થિત પણે થાય તો આ રોગ નાબુદ કરી શકાય છે.