કચ્છ: સામાન્ય રીતે ટ્રાફીક નિયમ તોડનાર લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચુકવવો જ પડે છે. આવો તાલ પૂર્વ કચ્છમાં નોંધાયો છે, જેમાં કારમાં ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડે છે તેવો વીડિયો વાયરલ થયા બાદ પુર્વ ક્છ SPએ A-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ (three police personnel suspended) કર્યા હતા.
ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા
આ બાબતે પૂર્વ કચ્છ SP મયુર પાટિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયા પર ચાર જેટલા પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાયરલ (Kutch Police viral video) થયો હતો. આ વીડિયોમાં A- ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટ બેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ફરજ પર જ મોકૂફ કરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર
આ પણ વાંચો: Gujarat Weather Report : આજે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો આજનું તાપમાન