ETV Bharat / state

મા આશાપુરાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં ભક્તોનો પ્રવાહ

ભૂજઃ ચૈત્રી નવરાત્રીમાં માતાના મઢ એટલે કે કચ્છના કુળદેવી માઁ આશાપુરાના મઢ ખાતે ભાવિક ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 7:38 PM IST

હજારોની સંખ્યામાં યાત્રિકો તેમજ પદયાત્રાળુઓ માઁના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. રજાઓના સંગમના દિવસોમાં યાત્રાળુઓની દર્શન માટે કતાર લાગી રહી છે. માતાના મઢ જાગીર દ્વારા યાત્રિકો માટે મંદિરમાં દર્શન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન દર્શન માટે મંદિરના દ્વાર ખૂલવાનો સમય સવારના 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો રહેશે.

સાતમના દિવસે મંદિરના દ્વાર આખી રાત્રિ ખુલ્લા રાખવામાં આવશે અને આઠમની બપોરે મંદિર બંધ થશે. આગામી તા.12 એપ્રિલે સાતમ હોવાના કારણે રાત્રિના 1.30 વાગ્યે હવનની પૂર્ણાહૂતિના રુપે બીડું હોમાશે અને રાજા યોગેન્દ્રસિંહના હસ્તે આરતી ઉતારવામાં આવશે. હવન બાદ માતાજીને ખીરજ(દૂધપાક) નો પ્રસાદ ધરાવામાં આવશે. તેમજ માતાજીની વાડીમાંથી જવેરાનો પ્રસાદ માઈ ભક્તોને અપાશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રીના ઉપાસકો ઉપવાસ છોડશે.

માતાના મઢમાં આ વર્ષે ગરબી મંડળ દ્વારા તા. 14મી એપ્રિલ સુધી રોજ આરતી યોજાશે. ખ્યાતનામ કલાકારો માતાના ગરબા ગાવાની સાથે ગરબા રમી રહ્યા છે. કચ્છના અલગ-અલગ વિસ્તારમાંથી લાંબો પથ કાપીને આવતા પદયાત્રીઓ થાક ભૂલી હોંશભેર ગરબા રમી રહ્યા છે.

R GJ KTC 02 10APRIL MATA NA MADH NAVRATRI SCRTIP PHOTO RAKESH 

LOCAITON- BHUJ
 DATE 10 APRIL 

  કચ્છના કુળદેવી અને દેશદેવા મા આશાપુરાના માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિએ ભાવિકોનો પ્રવાહો સતત વધી રહયો છે. . હજારોની સંખ્યામાં યાત્રિકો તેમજ પદયાત્રિકો માના ચરણોમાં શીશ નમાવી રહયા છે. રજાઓના સંગમના દિવસોમાં યાત્રાળુઓની દર્શન માટે કતાર લાગી રહી છે. 

માતાના મઢ જાગીર ટદ્વારા  યાત્રિકોને મંદિરમાં દર્શન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.  નવરાત્રિ દરમિયાન દર્શન માટે  મંદિરના દ્વાર ખૂલવાનો સમય સવારના પાંચ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને ત્રણ વાગ્યાથી રાત્રે નવ વાગ્યાનો છે.  સાતમના દિવસે મંદિરના દ્વાર આખી રાત ખુલ્લા રાખવામાં આવશે અને આઠમની બપોરે મંદિર બંધ થશે  

આગામી તારીખ 12 એપ્રીલના  સાતમના  રાત્રિના 1.30 વાગ્યે હવનની પૂર્ણાહુતિ (બીડું હોમાશે.  રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાજીની આરતી ઉતારવામાં આવશે. હવન બાદ  માતાજીને ખીરજ (દૂધપાક) ભોગ ધરાવાશે. આ પછી  માતાજી વાડીમાંથી જવેરાનો પ્રસાદ માઈ ભક્તોને અપાશે.  એ વેળાએ વરસોથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રિના ઉપાસકો ઉપવાસ છોડશે. આ વરસે માતા ના મઠ ગરબી મંડળ દ્વારા તા. 14/4 સુધી રોજ આરતી યોજાશે. ખ્યાતનામ કલાકારો દ્વારા માના ગરબા ગવાય છે અને ગરબા રમી રહ્યા છે. કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી લાંબો પથ કાપીને આવતા પદયાત્રીઓ થાક ભૂલી હોંશભેર ગરબા રમી રહ્યા છે.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.