કચ્છમાં દર 3 વર્ષે એક અછતનો વર્ષ આવે છે. ગત વર્ષે તો 9 માસ સુધી અછત ચાલી હતી. સરકારને કરોડો કિલો ઘાસનો જથ્થો અન્ય જિલ્લાઓ માંથી માગવવો પડ્યો હતો. હવે કચ્છ ઘાસચારા બાબતે સ્વનિર્ભર બને તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. તો હવે કચ્છના વહીવટી તંત્રએ કેક્ટ્સ એટલે કે, કાંટા વગરના થોરની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સેન્ટ્રલ એડિટજોન રિસર્જિસ ઇન્સ્ટિટ્યૂટ જેતપુર સંસ્થાની શાખા ભુજના કુકમાં સ્થિત કાજરી દ્વારા કેક્ટ્સ વિકસાવવામાં આવ્યું છે..જેમાં 1 હજાર રોપા લેવામાં આવ્યા છે અને નર્સરીમાં તેનો ઉછેર કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી જણાવ્યું કે, આ છોડની ખાસ વિશિષ્ટ એ છે કે, તેને કોઈપણ જમીન માફક આવે છે અને મહિનામાં માત્ર એકજ વખત પાણી આપવું પડે છે. ખાતરની કોઈજ જરૂર રહેતી નથી. કચ્છમાં અવાર નવાર અછતના સમયમાં આનો ઉપયોગ ઘાસ-ચારા તરીકે થઈ શકશે.
ભુજના કુકમાં સ્થિત કાજરી સસ્થાનમાં કાંટા વગર ના થોરની અનેક જાતો અહીં લાવીને તેનું અહીં સંવર્ધન કરવામાં આવે છે. તેમાંથી ક્યાં પ્રકારની જાતો કચ્છની જમીનને માફક આવે છે અને તે પશુ આહાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી જાતોને અલગ તારવીને ડીડીઓની સૂચનાથી ખેતીવાડી અધિકારી દ્વારા કાંટા વગરના થોરના 1 હજાર થોર કાજરી પાસેથી લેવાય છે. જેને 3 મહિના સુધી માવજત બાદ એક હાથમાંથી બે હાથ થશે તે જે ખેતરમાં લાગવા માટે ખેડૂતને અપાશે. એક વર્ષમાં આ કેક્ટ્સ 20થી 25 હાથા થઈ જાય છે. એટલે કે, તેનો ગ્રોથ ખુબજ ઝડપી થાય છે. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને આ કેક્ટ્સ વિષે માહિતગાર કરાશે. જેથી અછતની સ્થિતિમાં કાંટા વગરના થોરને લીલા ચારા તરીકે ઉપયોગમાં લઇ શકાય. હાલ તો આ 1 હજાર કેક્ટ્સનો કુકમાં સ્થિત નર્સરીમાં ઉછેર કરવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં કચ્છના ખેડૂતોના ખેતર સુધી પહોંચાડશે.
કચ્છના વિવિધ તળાવો, સરકારી જમીનો અને ડેમના બેઝીન વિસ્તારમાં પણ તંત્રએ ઘાસચારા ઉગાડવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં આ પ્રયાસો ચોક્કસ કચ્છને કપરા સમયે ઉપયોગી થઈ પડશે. જો કચ્છ સ્વનિર્ભબ બની જશે તો દુકાળ અને અછતના સમયમાં કચ્છને હાથ લંબાવવો નહી પડે અને કચ્છના વિકાસમાં બાકી રહી ગયેલું પાનું પણ ઉમેરાઈ જશે તે નક્કી છે.