કચ્છની એકમાત્ર મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર દર્દીઓને માનસિક સાથે શારીરિક તકલીફો પણ થઇ રહી છે. જેનું મુખ્ય કારણ હોસ્પિટલના ગેટ પરની ગંદકી છે. ગત દસ વર્ષથી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે ઉકરડો બની ગયો છે. ઉપરાંત આસપાસના રહેવાસી પણ આ સમસ્યાથી ત્રસ્ત થયા છે.
હોસ્પિટલના મુખ્ય તબીબ ડૉ.મહેશ ટીલવાણીએ આ અંગે જણાવ્યું કે, સમગ્ર વિસ્તારમાં ડોર ટૂ ડોર સેવા બંધ છે, જેથી લોકો માર્ગ પર કચરો ઠાલવે છે. નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.
આ અંગે નગરપાલિકાના સત્તાધીશોએ જૂના અને જાણીતા પોકળ દવા આરોગ્યા હતા કે, કચરાની ફરિયાદ બાદ સમયાંતરે સફાઈ કરીને દવાનો છંટકાવ કરવામાં આવે છે. પરંતુ ગીચ વિસ્તાર હોવાથી લોકો ત્યાં જ કચરો ફેંકી જાય છે.