ETV Bharat / state

કચ્છની પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું ગંગાજળનું વેચાણ

આગામી સમયમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે, ઉપરાંત સાતમ આઠમ, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ પવિત્ર તહેવાર દરમિયાન લોકો પૂજા પાઠ સહિતના અનેક ધાર્મિક કાર્યો કરતા હોય છે. જેમાં પવિત્ર ગંગાજળ(Gangajal)ની જરૂરિયાત રહેતી હોય છે. લોકોને ધાર્મિક વિધિ માટે ગંગાજળ સરળતાથી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તમામ પોસ્ટ ઓફિસ(Post Office) ખાતે ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

author img

By

Published : Aug 3, 2021, 3:46 PM IST

કચ્છની પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું ગંગાજળનું વેચાણ
કચ્છની પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું ગંગાજળનું વેચાણ
  • કચ્છ જિલ્લામાં પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું વેચાણ શરૂ કરાયું
  • છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે બંધ હતું વેચાણ
  • શ્રાવણ માસ સહિતના તહેવારોને ધ્યામાં રાખીને ફરીવાર વેચાણ શરૂ કરાયું

કચ્છ: કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગંગાજળ(Gangajal)નું વેચાણ બંધ હતું, પરંતુ હવે ફરી પાછું શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે, ત્યારે લોકો શિવલિંગ પર પંચાંગ સહિતની ધાર્મિક પૂજા કરતા હોય છે, માટે પોસ્ટ વિભાગ દ્વારા ગંગાજળનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે તથા આજ સમયગાળામાં સાતમ-આઠમનો પણ તહેવાર આવશે, તેમાં પણ લોકો અનુષ્ઠાન કરતા હોય છે.

આ પણ વાંચો- શું તમે જાણો છો ? વલસાડ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ

સ્થાનિક લોકોને સરળતાથી ગંગાજળ મળી રહે તે માટે શરૂ કરાયું વેચાણ

આ ઉપરાંત આગામી સમયમાં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી સહિતના પણ અન્ય તહેવારો આવશે, માટે આ તમામ તહેવારોમાં લોકો પૂજા-પાઠ તેમજ અનુષ્ઠાન કરતાં હોય છે. જેમાં લોકો ગંગાજળ(Gangajal)નો ઉપયોગ કરતા હોય છે અને સ્થાનિક લોકોને સરળતાથી ગંગાજળ મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ગંગાજળનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

લોકોને 30 રૂપિયામાં મળી રહે છે ગંગાજળ

છેલ્લાં બે વર્ષથી ગંગાજળ(Gangajal)નું વેચાણ બંધ હતું, કારણકે કોરોના મહમારીના લીધે ગંગાજળનો નવો સ્ટોક આવ્યો ન હતો, પરંતુ હવે હેડ પોસ્ટ ઓફિસ(Post Office) માં પણ ગંગાજળનો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી દરેક તાલુકા લેવલ તેમજ ગ્રામ્ય લેવલની પોસ્ટ ઓફિસમાં પણ ગંગાજળનો સ્ટોક પહોંચતો કરાયો છે. આ ગંગાજળની બોટલની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે.

કચ્છની પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું ગંગાજળનું વેંચાણ

આ પણ વાંચો- ગંગોત્રી મંદિર કમિટી દ્વારા પીએમને ગંગાજળ મોકલાયુ

જાણો શું કહ્યું પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટે?

પોસ્ટ ઓફિસ(Post Office) ના સુપ્રિટેન્ડેન્ટ કે.એમ.દેસાઈએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગંગાજળ(Gangajal)ના વેચાણ અંગે અહીંના લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 133 જેટલી બોટલોનું વેચાણ કરવામાં આવ્યું છે અને ભુજની હેડ ઓફિસ ખાતેથી 59 જેટલી બોટલોનુ વેચાણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.