- 70 વર્ષીય ચિત્રકારે 14 મીટરની લંબાઈ અને 22 સે.મી.ની પહોળાઈ ઘરાવતા કાપડ પર કંડારી કલાકારી
- શ્રીરામના રામચરિતમાનસના મુખ્ય 22 જીવન પ્રસંગોને પોતાની આગવી કલા દ્વારા કાપડ પર કંડાર્યા
- કચ્છની બાટીક હેઈન્ડ પેઇન્ટિંગ કલાને આ કલાકારએ આજે પણ જીવંત રાખી
કચ્છ: માંડવીના 70 વર્ષના ચિત્રકાર દુર્લભજી મકવાણાએ રામચરિતમાનસના પ્રસંગોને સ્ક્રોલ બાટીક પેઇન્ટિંગમાં કંડારયા છે. માંડવીમાં ચિત્રના નિવૃત શિક્ષક એ કાપડ પર બાટીક હેઈન્ડ પેઈન્ટ કરી શ્રી રામચરિતમાનસના જીવન પ્રસંગો આંગળીનાં ટેરવે કંડારી અદભુત કલાકારી નોંઘાવી છે.
રામચરિતમાનસના મુખ્ય 22 જીવન પ્રસંગોને પોતાની આગવી કલા દ્વારા કાપડ પર કંડાર્યા
અયોઘ્યામાં રામમંદિરનું જયારે નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે દુર્લભજી મકવાણાએ 14 મીટરની લંબાઈ અને 22 સે.મી ની પહોળાઈ ઘરાવતા કાપડ પર બાટીક પેઇન્ટિંગ દ્વારા ભગવાન શ્રીરામના રામચરિતમાનસના મુખ્ય 22 જીવન પ્રસંગોને પોતાની આગવી કલા દ્વારા કાપડ પર કંડાર્યા છે. જે ચિત્રને બનાવવા ઘણા કલાકારોની જરુર પડે છે ત્યારે આ કલાકારે એક હાથે ત્રણ મહિનામાં આ ચિત્રોને તૈયાર કર્યા છે.
બાટીક હેઈન્ડ પેઈન્ટ દ્રારા ત્રણ મહિનામાં અદભુત કલાકારી કંડારી
માંડવીમાં રહેતા 70 વર્ષીય દુર્લભજી મકવાણા કે જેમનું ઉપનામ કુમારદીપ છે. તેમને ચિત્રકલામાં એક અનોખી સિધ્ધી પ્રાપ્ત કરી છે 20 વર્ષની ઉંમરથી ચિત્રકામની શરૂઆત કરનાર આ ચિત્રકારે 14 મિટરના વિશાળ કાપડ પર બાટીક હેઈન્ડ પેઈન્ટ દ્વારા ત્રણ મહિનામાં રામચરિત્ર માનસના મુખ્ય 22 જીવન પ્રસંગોને અદભુત કલાકારી આલેખી છે.
આ પણ વાંચો : 2011ની પ્રથમ ચૂંટણીથી લઈને 2021માં યોજાઈ રહેલી ત્રીજી ચૂંટણી, જાણો ગાંધીનગર કોર્પોરેશનનું રાજકીય ગણિત
70 વર્ષીય કલાકારે કચ્છની બાટીક હેઈન્ડ પેઇન્ટિંગ કલાને આજે પણ જીવંત રાખી
14 મીટર લંબાઈ અને 22 સે.મી પહોળાઈના ચિત્રમાં ભગવાન રામની બાળ અવસ્થામાં રુષીમુનીઓ પાસે શીક્ષા થી લઈ અયોઘ્યાની રાજગાદી પર બિરાજમાન થયા ત્યાર સુઘીના મુખ્ય અંશો કંડાર્યા છે. આમ 70 વર્ષીય કલાકારે કચ્છની બાટીક હેઈન્ડ પેઇન્ટિંગ કલાને આજે પણ જીવંત રાખી છે.
આ પણ વાંચો : ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ
લાંબા સમયથી રામાયણને લઈને કોઈ ચિત્ર બનાવવાની ઈચ્છા હતી: દુર્લભજી મકવાણા
દુલર્ભજી મકવાણા જણાવે છે કે," ઘણા વર્ષો પહેલાં સિંગાપોરની અંદર ઘણા બધા બાટીક આર્ટીસ્ટોએ ભેગા થઈને 100 મીટર લાંબી રામચરિતમાનસની પેઇન્ટિંગ બનાવી હતી અને એ એક રેકોર્ડ છે. ત્યારે મને પણ વિચાર આવ્યો અને જ્યારે આપણા દેશમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, અને મને પણ લાંબા સમયથી ઈચ્છા હતી કે રામાયણને લઈને કોઈ ચિત્ર બનાવું ત્યારે 14 મીટર લાંબુ અને 22 સે.મી. પહોળું આ શ્રી રામના રામચરિતમાનસના મુખ્ય જીવન પ્રસંગોને કંડાર્યા છે".