કચ્છ જિલ્લામાં ખેડૂતો કમોસમી વરસાદમાં થયેલા નુકસાન લઈ ચિંતા છે. કારણે કે, તંત્ર દ્વારા હજુ સુધી જિલ્લાના 121 ગામમાંથી માત્ર 47 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. તંત્ર અત્યંત મંદ ગતિએ કામ કરી રહી છે. ખેડૂતોને માથે રવિ સિઝન આવીને ઉભી છે. પરંતુ પાકની વાવણી માટે તેમની પાસે પૈસા નથી.
આ વર્ષે કુદરતી આફતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને બાગાયતી ખેતીમાં ભારે નુકસાન થયું છે. વીમા કંપનીઓ પોતાની જવાબાદારીમાંથી હાથ ખંખેરી રહી છે. વીમા કંપનીએ ખેડૂતોને ગત વર્ષની 70 કરોડ જેટલી વીમાની રકમ ચૂકવી નથી. બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાયેલું ખેડૂત બજેટ પણ પડ્યાં પર પાટા જેવું છે. જેનાથી ખેડૂતોના બિયારણનો ખર્ચ પણ નીકળી શકતો નથી. એટલે ખેડૂતો તંત્ર સામે યોગ્ય સહાય મેળવવાની માગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં 121 ગામો અસરગ્રસ્ત પાક નુકસાનીમાં છે. સર્વેની 14 ટીમો દ્વારા 47 ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એક હેક્ટર જમીન નુકસાનીમાં 723 ખેડૂત હોવાનો પ્રાથમિક અંદાજ મેળવ્યો છે. તેમજ વરસાદ કારણે થયેલાં નુકસાનની 5000 જેટલી અરજી તંત્રને કરાઈ છે.