ETV Bharat / state

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની કમલમ ફ્રૂટ વડે તુલા કરાઈ હતી, પરંતુ બોક્સ ખૂલતાં નીકળ્યા કેળા - ભુજની આર ડી વરસાણી સ્કુલ

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)સ્નેહમિલન કાર્યક્રમમાં ભુજની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Minister Bhupendra Patel) કરવામાં આવેલી તુલામાં કમલમ ફ્રૂટની પેટીઓમાં કેળા(Bananas in boxes) નીકળતાં આશ્ચર્ય સાથે અચરજ ફેલાયું હતું. આ બાબત સોશિયલ મીડિયાના મારફતે બહાર પ્રસરી હતી.

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની કમલમ ફ્રૂટ વડે તુલા કરાઈ હતી, પરંતુ બોક્સ ખૂલતાં નીકળ્યા કેળા

author img

By

Published : Nov 11, 2021, 4:24 PM IST

  • મુખ્યપ્રધાનને કમલમ ફ્રૂટ વડે તોલવામાં આવ્યા હતા
  • કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કમલમના બોક્સમાં કેળા નીકળ્યાં
  • કમલમ ફ્રૂટની જગ્યાએ કેળા નીકળતાં ઉઠ્યા અનેક સવાલો

કચ્છઃ ભુજની આર ડી વરસાણી સ્કુલના મેદાનમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન( New Year's reunion)દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Minister Bhupendra Patel) કચ્છી ફ્રૂટ તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રુટ (Dragon fruit)એટલે કે કમલમની (Lotus)ભારોભાર તુલા કરવામાં આવી હતી. તુલા સહિતના સમગ્ર કાર્યક્રમ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા મારફતે વાત બહાર પ્રસરી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જેનાથી તુલા કરાઈ તે પેટીઓ પૈકી અમુક બોક્સમાં કમલમ ફ્રૂટની(Lotus fruit) જગ્યાએ કેળા ભરેલા હોવાનું બહાર આવ્યું હતું. આ વાત સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. આ ઘટના બાદ તુલા કમલમ ફ્રુટ થી કે કેળાથી કરવામાં આવી તેના સહિતના સવાલો ઊભા થયા હતા. મુખ્ય પ્રધાનની તુલા અંગેની ભારે ચર્ચા થઈ હતી. તો સોશિયલ મીડિયા મારફતે આ વાત બહાર પ્રસરી હતી.

ફ્રૂટની પેટીઓમા ફેરફાર થયા હોવાનું આવ્યું બહાર

આ સમગ્ર કિસ્સા અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે એક જ વાહનમાં તુલા વાળા કમલમ ફ્રુટ અને કેળાંના બોક્સ આવ્યા હોવાથી હેરફેર દરમિયાન અમુક પેટીઓની અદલા-બદલી થઈ ગયાનું બહાર આવ્યું છે. ઉપરાંત ફળ ભલેને બદલાયા પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રત્યે કચ્છના લોકોની લાગણી માં કોઈ ફેર પડતો નથી.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: આજે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે

આ પણ વાંચોઃ છોટાઉદેપુરના ક્વાંટમાં એક અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રએ અશ્વ કુળના પશુઓની હેરાફેરી પર મૂક્યો પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.