- ક્ચ્છના આરવને મળ્યા માતા-પિતા
- અમેરીકાનાં દંપતિ લીધો આરવને દત્તક
- અઢી વર્ષ પૂર્વે અમેરીકન દંપતિએ કરી હતી અરજી
કચ્છ: બે વર્ષ પહેલા અંજાર તાલુકાના ગામડામાંથી ત્યજેલી હાલતમાં આરવ મળી આવ્યો હતો. તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેની સારવાર બાદ તેને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો હતો.જયાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો.
અઢી વર્ષ પૂર્વે કરી હતી અરજી
યુએસએની લાઈફલાઈન એજન્સી થકી અમેરિકા સ્થિત દંપતિએ બાળકને દત્તક લેવા માટે અઢી વર્ષ પૂર્વે અરજી કરી હતી. ત્યારબાદ ભારત અને અમેરિકાની સરકાર તેમજ કચ્છ જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અમેરિકા સ્થિત દંપતિ કેસ હોકિન્સ અને કાય હોકિન્સને દત્તક આપવાનો નિર્ણય કરાયો હતો. બુધવારે આ દંપતિ આરવને દત્તક લેવા માટે ભુજ પહોંચ્યું
હતું. આરવને અમેરિકાની તેનેસી સિટીમાં રહેતા કેસ હોકિન્સ અને કાય હોકિન્સે તેને દત્તક લીધો હતો. આ ઉપરાંત તેમને 2 બાળકો પણ છે.
અમેરીકાના દંપતિએ આરવને દત્તક લીધો
કેસ હોકિન્સએ પાદરી છે જ્યારે કાય હોકિન્સએ એક ફોટોગ્રાફર છે. આ દંપિત દ્વારા આરવને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને આજે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને સાથે સાથે આરવનું જન્મનુ પ્રમાણપત્ર, પાસપોર્ટ અને જરૂરી પ્રમાણપત્ર પણ તેના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમેરીકાના દંપતિએ આરવને દત્તક લીધો
દત્તક બાળક લેવાની ઈચ્છા
આરવને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર અનુદાનિતા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે સોંપવામાં આવ્યો હતો.આ દંપતિને બે બાળકો છે.પરંતુ તેમની પહેલેથી જ એવી ઈચ્છા હતી કે, એક બાળકને દત્તક લઈ તેનો ઉછેર કરવામાં આવે.તેથી દંપતિએ અમેરિકાની લાઈફલાઈન એજન્સી મારફતે આરવને દત્તક લેવા માટે અરજી કરી હતી.
ભારતના સંસ્કાર અમને ગમે છે
કેસ હોકિન્સએ જણાવ્યું હતું કે બીજા ઘણાં દેશો છે જેમાંથી અમે બાળકને દત્તક લઈ શકતા હતા પરંતુ આ દેશના લોકો, સંસ્કારો,ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે અમને લગાવ છે અને અહીંના લોકોનો સત્કાર જોઈને અમને ખૂબ આનંદ થયો. અમે આ ક્ષણની અઢી વર્ષથી રાહ જોતા હતાં કે અમે આ બાળકને દત્તક લઈએ અને આજે આ ક્ષણ અમારા માટે ખાસ છે અને અમે અહીંના લોકોના આભારી છીએ કે અમને આ તક મળી.
આ પણ વાંચો : ઈટલીના દંપતીએ ભારતના 6 વર્ષના બાળકને દત્તક લીધું
જાણો શું કહ્યું સંસ્થાના પ્રમુખે?
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસે જણાવ્યું હતું કે, અમને આ બાળક અંજાર પાસેથી ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું અને ત્યાર બાદ તેની સારવાર કરવામાં આવી હતી અને તેનો ઉછેર અમે અહીં કર્યો હતો આજે જ્યારે હોકિન્સ દંપતિ દ્વારા તેને દતક લેવામાં આવ્યું છે ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ તો બીજી બાજુ અમને ગમ પણ છે.