ETV Bharat / state

કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ, હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી

કચ્છના શિક્ષક દ્વારા ડિજિટલ શાળાથી બાળકોને ઘેરઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કારમાં લેપટોપથી સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને મસ્કાના શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે. માંડવીના બાગ ગામે સ્થિત હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાતની પ્રથમ હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી

author img

By

Published : Apr 13, 2021, 4:57 PM IST

Updated : Apr 13, 2021, 5:19 PM IST

  • શિક્ષકે હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી
  • અત્યાર સુધીમા 400 વિદ્યાર્થીઓએ મેળવ્યું શિક્ષણ
  • શિક્ષણ કાર્ય દરમિયાન કોરોનાની ગાઇડલાઈનનું સંપૂર્ણપણે કરવામાં આવે છે પાલન

કચ્છઃ કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે. ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો. હુંદરાઇ બાગ ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ
કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ

બાળકોને ઘર આંગણે જઈ આપવામાં આવે છે શિક્ષણ

મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે.

કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ
કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ

આ પણ વાંચોઃ કરદેજની સરકારી કન્યા શાળા ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરી રહી છે

વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પડી રહી છે મુશ્કેલી

કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. તેમજ જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર આ ડિજિટલ શાળા શરૂ કરવામાં આવી છે.

શિક્ષણ રથ
શિક્ષણ રથ

શાળા જાય છે બાળકો પાસે

બાળકો શાળામાં નથી જઈ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું હતું. શિક્ષણ રથએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે.

કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ
કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ

આ પણ વાંચોઃ દસ્તાન ગામની શાળાએ બ્લેક બોર્ડની કહ્યુ અલવિદા, ડિજિટલ સ્ક્રિન પર મેળવે છે શિક્ષણ

400 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે શિક્ષણ

ETV Bharat સાથે વાતચીત કરતા દિપક મોતાએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં પોતાની ડિજિટલ શાળા મારફતે 400 વિદ્યાર્થઓને શિક્ષણ આપવામાં આવ્યું છે. આ હરતી-ફરતી ડિજિટલ શાળાના શિક્ષણ કાર્ય દરમિયાન કોરોનાની સમગ્ર ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે છે. સેનિટાઈઝરના ઉપયોગથી લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની તકેદારી પણ રાખવામાં આવે છે.

ગુજરાતની પ્રથમ હરતી-ફરતી ડિજિટલ શાળા

મસ્કા ગામનું ગૌરવ

મસ્કા ગામના સરપંચ કીર્તિ ગોરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગામના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સારી એવી સેવા આપવામાં આવી છે. ત્યારે સમગ્ર ગામને દિપકભાઈની આ હરતી-ફરતી ડિજિટલ શાળા એટલે કે, શિક્ષણ રથના પ્રયોગને લઈ તેમના પર ગૌરવ છે.

Last Updated : Apr 13, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.