વિશ્વ હેપીનેસ રિપોર્ટના વર્ષ 2019ના કયા દેશના લોકો કેટલા ખુશ છે. તેના ક્રમાંકમાં 156 માંથી ભારતનો ક્રમ ૧૪૦મો હતો. પરંતુ વિશ્વમાં ત્રીજ ક્રમે ડેનમાર્ક વાસીઓ રહ્યા હતાં. ડેનમાર્ક જેટલો ઇન્ડેક્સ મેળવ્યો હતો. તેટલો જ ઈન્ડેકસ ભુજને મળ્યો હતો. કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કનિષ્ક શાહે જણાવ્યું કે, ઉત્સવ આનંદ ઉજવણીઓ અને મીઠા સ્વભાવ માટે ભુજવાસીઓ જાણીતા છે. શું ખરેખર ભુજ વાસીઓ આનંદિત જીવન વિતાવી રહ્યા છે. આવા વિચાર પરથી મેનેજમેન્ટના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનારા છાત્રોને અલગ-અલગ વિષયનાના પ્રોજેક્ટને બદલે એક મોટો અને તમામ છાત્રોને આવરી લેતો પ્રોજેક્ટ સોંપ્યો હતો.
વ્યક્તિ તેના જીવનમાં કેટલો ખુશ છે. તેનું તારણ કાઢવા ત્રણ મોટા અને ચાર નાના પ્રોજેક્ટમાં શહેરના ગરીબ તવંગર અને બધા જ વિસ્તારોને આવરી લઈને છાત્રોને ત્રણ મહિના દરમિયાન ૨૭ હજારથી વધુ લોકો સમક્ષ 6 થી 10 પ્રશ્નો વાળી પ્રશ્નાવલી રજૂ કરી હતી. જેમાં કુલ મળીને ૩૫ હજારથી વધુ પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા. આ પ્રશ્નોમાં ખુશ રહેવા માટે કયાં પરિબળો અસરકારક રહ્યા તે બાબતે ધર્મ અને સંસ્કૃતિ લોકોને ખુશ રાખી શકે. જેનો 8.45 આંક સાથે સૌથી ઉપર રહ્યું હતું.
જ્યારે ગરીબી રેખા નીચેના પણ આવકથી ખુશ હોય તેવો ભાવ આમાં પણ લગભગ એની આસપાસ 7.45 રહ્યો હતો. જીવનથી ખુશ હોવાનું તારણ આવ્યું હતું. પુરુષો7.42 અને મહિલાનો 7.72 આવ્યો. વધુ સારું જુનુ કે વર્તમાન કે ભવિષ્યનું તેના સવાલ પર ૪૪ ટકા લોકોએ વર્તમાન ભુજને સારું ગણાવ્યું આ સંશોધન પ્રોજેક્ટમાં એક સવાલ એવો હતો કે, ખુશ રહેવા માટે તમારી અંતિમ સલાહ શું હશે. જેમાં ૩૬ ટકા લોકોએ જેનાથી તમને ખુશી મળે તે કાર્ય કરો ૩૨ ટકાએ આકાર રહેવાની તો ૨૯ ટકાએ પરિવાર સાથે સમય ગાળવાથી ખુશ મળતી હોવાની વાત કરી હતી.
૧૭ ટકા લોકોએ કહ્યું એના જીવનમાં રસ ન રહ્યો એ ખુશી છે ત્યારે સૌથી મહત્વની વાત 16 ટકા લોકોએ જ કરી કે જે સ્થિતિ છે. તેને સ્વીકારી લો એ પર જ તમને ખુશ રાખશે. આ પ્રોજેક્ટમાં કુલપતિ ડૉ. દર્શના બેન ધોળકિયા રજિસ્ટ્રાર ડો. એમ.જી. ઠક્કર ડિપાર્ટમેન્ટના વડા. ડો. પી.એસ હિરાણી અને સાથી પ્રાધ્યાપકોનો સહયોગ મળ્યો હતો.