કચ્છ: ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી પ્રવાસીઓનો ભારે ધસારો થતા એસ.ટી.વિભાગની આવકમાં વધારો થયો છે.સામાન્ય દિવસોમાં કચ્છ એસ.ટી. વિભાગની આવક દૈનિક રુપિયા 35 થી 36 લાખ રહેતી હોય છે તેની સામે વર્તમાનમાં રુપિયા 42 લાખ ની આવક થઈ રહી છે.
આ પણ વાંચો: લોજિસ્ટિક્સ કંપની FedExના પ્રતિનિધિમંડળ નવા પ્રોજેકટને લઈને ગુજરાતની મુલાકાતે, જૂઓ શું સ્થાપવા ઇચ્છુક
ખાનગી બસોના ભાડા મોંધા: ક્રુડ ઓઈલની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને પગલે પેટ્રોલની સાથે ડિઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશની કિંમત બેફામ થતા પરિવહન મોઘું થયું છે જેના કારણે અનેક ક્ષેત્રમાં (People prefer government transport) તેની વિપરીત અસર જોવા મળી રહી છે. જેમાં એસ.ટી. વિભાગનો પણ સમાવેશ થાય છે છેલ્લા સાત વર્ષથી ભાડામાં વધારો કરાયો નથી અને નવા ટિકીટ દર લાગુ કરવાની પણ વિચારણા ચાલી રહી છે, ત્યારે ખાનગી બસોના ભાડામાં વધારો થવાથી મુસાફરોનું પ્રવાહ ફરી એસટી બસ તરફ વળ્યું છે સાથે ઉનાળુ વેકેશન (increase price of Crude oil) ચાલતું હોવાથી પ્રવાસીઓનો ભારે ધસારો થતા એસટી વિભાગની આવકમાં વધારો થયો છે. કચ્છ એસ.ટી.ને પણ ઉનાળુ વેકેશન ફળતા દૈનિક થતી રુપિયા 35 થી 36 લાખ આવક વર્તમાનમાં રુપિયા 42 લાખે પહોંચી છે.
આ પણ વાંચો: ઓપરેશન પછી દર્દીનું મોત, ડોક્ટરે એવું કામ કર્યું જેનાથી હોસ્પિટલ પર ઉઠ્યા અનેક સવાલ
ઓનલાઇન ટિકિટમાં થયો વધારો: કચ્છ એસ.ટી.ના વિભાગીય નિયામક વાય.કે.પટેલે માહિતી આપતા જણાવ્યું કે, ઉનાળા વેકેશનના પગલે એસ.ટી.બસોમાં પ્રવાસીઓની ભીડ ખુબ જ વધી છે. સામાન્ય દિવસોમાં કચ્છ એસ.ટી.ની આવક દૈનિક રુપિયા 35 થી 36 લાખ રહેતી હોય છે તેની સામે વર્તમાનમાં રુપિયા 42 લાખની આવક થઈ રહી છે. લોકો દૈનિક 5000થી 6000 ટિકિટોનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. ઓનલાઇન ટિકિટ મારફતે એસ.ટી. વિભાગને રુપિયા 13થી 14 લાખ રૂપિયાની આવક થઈ રહી છે. અસહ્ય ગરમી પડી રહી હોવાથી વોલ્વો A.C. બસોમાં પણ હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. મુસાફરી દરમ્યાન હાલાકી ભોગવવી ન પડે તે માટે એડવાન્સ બુકીંગમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. ઉપરાંત લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો એસ.ટી. બસની સવારી કરી રહ્યા છે.