- મૃતદેહને જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
- મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે
- ભુજ BSF કેમ્પસમાં જવાને કરી આત્મહત્યા
ભુજ : ભુજના મુન્દ્રા રોડ પર આવેલા BSF(Border Security Force) કેમ્પસ ખાતે આજે સવારે 11 વાગ્યાના અરસામાં BSFનાં 46 વર્ષીય જવાન(soldier's suicide) અરુણકુમારે પોતાના ગળે રાઈફલથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને આત્મહત્યા(Suicide) કરી લીધાનો બનાવ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન(Bhuj B Division Police Station) ખાતે નોંધાયો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જવાનના મૃતદેહને પોસમોર્ટમ(Postmortem) માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે
આ બનાવ અંગે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદજ જવાનના મૃત્યુ થવા પાછળનું કારણ સ્પષ્ટ થશે. હાલમાં આ એક આત્મહત્યા હોવાનું બહાર આવી રહ્યું છે. આવતીકાલે આ જવાનના મૃતદેહને પોતનાં વતન મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવશે.
આ પણ વાંચો : જાસૂસી કરતા ઝડપાયેલ BSF જવાને 2 જેલ સહાયકો પર કર્યો હુમલો, જેલરે આરોપીને લઇને કર્યો મોટો ખુલાસો
આ પણ વાંચો : BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડનારા જવાનને નોકરીમાંથી ડિસમિસ કરાયો