ETV Bharat / state

ભુજની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે ઓનલાઇન શિક્ષણ - imparted online education

કોરોનાની મહામારીને કારણે શિક્ષણનું કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે, ETV Bharatની ટીમે ભુજની સરકારી શાળા નંબર 10ની મુલાકાત લીધી હતી. જેમાં, વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે અભ્યાસ આપવામાં આવી રહ્યો છે.

ભુજની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે ઓનલાઇન શિક્ષણ

author img

By

Published : Jun 14, 2021, 10:54 PM IST

  • જ્ઞાનસેતુ બ્રીજ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન અપાઈ રહ્યું છે શિક્ષણ
  • શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને આપી રહ્યા છે શિક્ષણ
  • શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવ્યા

ભુજ: હાલમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે, કોરોનાની મહામારીને લીધે શિક્ષણનું કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. આથી, વિદ્યાર્થીઓને જુદી જુદી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે, ETV Bharatની ટીમે ભુજની સરકારી શાળા નંબર 10ની મુલાકાત લીધી હતી. હાલ કોરોનાકાળમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

ભુજની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે ઓનલાઇન શિક્ષણ

આ પણ વાંચો: online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા

WhatsApp અને DD ગિરનાર ચેનલ દ્વારા આપવામાં આવી રહ્યું છે શિક્ષણ

હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને WhatsAppના માધ્યમથી Lectureની લિન્ક મૂકવામાં આવે છે. આ ઉપરાંત, જ્ઞાનસેતુ બ્રીજ કોર્ષ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, DD ગિરનાર ચેનલ પર સરકાર દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થી પાસે ટીવી કે WhatsApp ની વ્યવસ્થા ન હોય તેવા વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને શિક્ષણ આપવામાં આવે છે.

ઓનલાઇન શિક્ષણ હોવા છતા શાળાના શિક્ષકો શાળાએ હાજર

શાળા નંબર 10માં 10 શિક્ષકો ફરજ બજાવે છે અને હાલ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. છતાં પણ તમામ શિક્ષકો શાળાએ હાજર રહે છે અને કોઈ વિદ્યાર્થીને કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો તેને ઘરે જઈને મદદ કરે છે.

આ પણ વાંચો: નવા સત્રની શરૂઆતમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન

વિદ્યાર્થીઓને મફતમાં પાઠ્યપુસ્તકો અપાયા

આ દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફતમાં પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાળા મારફતે તથા તેમના ઘરે જઈને પાઠ્યપુસ્તકો આપવામાં આવી રહ્યા છે.

શાળામાં 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ

વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આમ રેગ્યુલર 200થી 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ, નવું સત્ર શરૂ જ થયું છે ત્યારે વિદ્યાર્થીઓ હજુ એડમિશન લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.