- સરકારની નીતિ સામે પ્રવર્તી રહ્યો છે રોષ
- શરીરે પેટ્રોલ છાંટવાનો પ્રયાસ કરતા પોલીસે કરી અટકાયત
- શેરી ફેરિયાઓના ધંધા બંધ રહેતા આજીવિકા છિનવાઈ
- ભુજના વેપારીએ કલેકટર કચેરી ખાતે પોતાના પર છાંટ્યું પેટ્રોલ
કચ્છ: ગુજરાત સરકારે ભુજ શહેરમાં રાત્રી કરફ્યૂ અને દિવસે નિયંત્રણના નામે મીની લોકડાઉન એક સપ્તાહ સુધી લંબાવી દીધું છે. જેના કારણે વેપારીઓની તમામ આશા ઠગારી નીવડી છે. ત્યારે શહેરના શેરી ફેરિયાઓએ અગાઉ મુંડન કરાવી વિરોધ કર્યો હતો અને આજે કલેક્ટર કચેરી ખાતે મોહમદ લાખા નામના વેપારીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: મિની લોકડાઉનને લઈને જામનગર વેપારી મહામંડળનો મુખ્યપ્રધાનને પત્ર
ફેરી મંડળના ધંધાર્થીઓએ મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો હતો
ભુજમાં લોકડાઉનના કારણે શેરી ફેરિયા ખાણી-પીણી ધંધાર્થીઓનો ધંધો મરણપથારીએ પહોંચી ગયો છે. સરકારના અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મૂકાયા છે. અગાઉ શેરી ફેરિયાઓએ વિરોધ આંદોલનો કર્યા હતા, છતાં કોઈ ઉકેલ ન આવતા ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો અને આજે એક વેપારીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકો રોષે ભરાયા, રસ્તો ચક્કાજામ કર્યો
પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
વેપારીએ શરીર પર જ્યારે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી.