- હાલ 50 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત
- ટૂંક સમયમાં જ અન્ય 50 બેડ શરૂ કરવામાં આવશે
- અદાણી ગ્રુપ દ્વારા 1.5 કરોડ રૂપિયાના CT સ્કેન મશીનનો ઓર્ડર અપાયો
- કુલ 100 બેડ ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરાઇ
કચ્છઃ હાલ સમદ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે રિલાયન્સ બાદ અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલમાં 100 બેડની ઓક્સિજન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 50 ઓક્સિજન બેડ કોવિડ ટ્રીટમેન્ટ માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બીજા 50 બેડ ઓક્સિજનની સુવધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરૂ કરવામાં આવશે. જેનાથી મુન્દ્રાની જનતા તથા આસપાસના ગામના લોકોને કોરોના અંગેની સારવાર ત્વરિત મળી રહેશે.
આ પણ વાંચોઃ CM રૂપાણીએ 400 ઓક્સિજન બેડ ધરાવતી રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું
એલાયન્સ હોસ્પિટલમાં 50 ઓક્સિજન બેડનો ઉમેરો
આ ઉપરાંત કોરોનાની ગંભીર સ્થિતિમાં કોવિડ કેર માટે તબીબી સાધનોની અછત જણાતાં મુન્દ્રા ખાતે કોવિડ કેર હોસ્પિટલની ક્ષમતામાં વધારો કરવા એલાયન્સ હોસ્પિટલમાં અદાણી ગ્રુપ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત એલાયન્સ હોસ્પિટલમાં 50 ઓક્સિજન બેડનો ઉમેરો થયો છે. જે કોરોના દર્દીઓ માટે આશારૂપ પૂરવાર થશે.
ગામના દર્દીઓને CT સ્કેન માટે ગાંધીધામ/ ભુજ જવાની જરૂર નહીં રહે
અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે અત્યાધુનિક CT સ્કેન મશીનની સુવિધા આગામી દિવસોમાં મુન્દ્રા વાસીઓ માટે ઉપલબ્ધ બની રહેશે. જે માટે અદાણી ગ્રુપ દ્વારા અંદાજિત 1.5 કરોડ રૂપિાયાના ખર્ચે અત્યાધુનિક CT સ્કેન મશીનનો ઓર્ડર અપાઈ ગયો છે, આ સુવિધા અહીં થવાથી હવે સ્થાનિક તથા આસપાસના ગામના દર્દીઓને CT સ્કેન માટે ગાંધીધામ/ ભુજ જવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચોઃ દેશ પર જ્યારે જ્યારે આપત્તિ આવે છે ત્યારે ત્યારે રિલાયન્સ હંમેશા આગળ આવે છેઃ સાંસદ પૂનમબેન માડમ
કોવિડ વેક્સિનેશન સેન્ટર ફોર પ્રાઈવેટ હોસ્પિટલ કેટેગરી માટે મુન્દ્રાની હોસ્પિટલની પસંદગી
વધુમાં ફ્રન્ટ લાઇન વર્કર અને હેલ્થ કેર વર્કરના રસીકરણ માટે અદાણી હોસ્પિટલ મુન્દ્રાની પસદંગી થયેલી છે. આ હોસ્પિટલ દ્વારા તાલુકાનાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સનું સફળતાપૂર્વક રસીકરણ થયું છે. ઉપરાંત અદાણી હોસ્પિટલ, મુન્દ્રાની પસંદગી કોવિડ વેક્સિનેશન સેન્ટર ફોર પ્રાઈવેટ હોસ્પિટલ કેટેગરી માટે થઇ છે. જ્યાં સરકારના નિયમ મુજબ રસીકરણ ચાલી રહ્યું છે. વધારે માહિતી આપતા ડૉ. વત્સલ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમની ટીમ દ્વારા સતત એજ પ્રયત્નો થઇ રહ્યા છે કે જેમ બને એમ ઝડપથી અને ઉત્તમ સુવિધા આપીને દર્દીઓને સવ્સ્થ કરીને તેમને રજા આપવામાં આવે.