કચ્છઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે, 8 મીથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશ આગામી 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. કચ્છમાં અત્યાર સુધી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અંતર્ગત 1,42,437 કિસાનોનો નોંધણી થઈ છે. જે પૈકી 1,13,000 ખેડૂત ખાતેદારોને આ કાર્ડ આપી દેવાયા છે. હવે જે બાકી રહી ગયા છે. તેમને આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.
કચ્છના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ, જાણો વિગત - Kutch news
કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહમાં પોણા 2 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે એક પખવાડિયાની વિશેષ ઝુંબેશના મંડાણ કરાયા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે પી.એમ કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જેના ભાગરૂપે આ ઝુંબેશ આદરવામાં આવી છે. કચ્છમાં જેમની નોંધણી કરવામાં આવી છે. એવા તમામ ખેડૂતોને આવરી લેવાશે.
કચ્છના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત