ETV Bharat / state

Shravan 2022 9મી સદીનું પુઅરેશ્વર મહાદેવ મંદિર ઝંખે છે જાળવણી અને વિકાસ

નખત્રાણામાં આવેલું પુઅરેશ્વર મહાદેવનું મંદિર સદીઓ (9th century Puareshwar Mahadev temple ) પુરાણું છે. આ મંદિર દિવસેને દિવસે જર્જરિત થતુ જાય છે. ભક્તો અને દાતાઓ દ્વારા અવારનવાર જીર્ણોદ્ધાર ( Demand for temple renovation in Kutch) માટે રજૂઆતો કરવામાં આવે છે. શ્રાવણ માસમાં (Shravan 2022) દર્શને આવી રહેલા શિવ ભક્તો આ મંદિર ક્યારે નવું બનશે તેની રાહ જોઈ રહ્યા છે.

Shravan 2022 9મી સદીનું પુઅરેશ્વર મહાદેવ મંદિર ઝંખે છે જાળવણી અને વિકાસ
Shravan 2022 9મી સદીનું પુઅરેશ્વર મહાદેવ મંદિર ઝંખે છે જાળવણી અને વિકાસ
author img

By

Published : Aug 11, 2022, 3:00 PM IST

કચ્છ ભુજ-નખત્રાણા હાઇવે પર અને ભુજથી 34 કી.મી.અને નખત્રાણાથી 16 કી.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલ પુઅરેશ્વર મહાદેવનું મંદિર લાખાડીની હદમાં આવેલું છે. સદીઓ જૂનું આ મંદિર જર્જરિત થતુ જાય છે. નવમી સદીમાં નિર્માણ પામેલું પુઅરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર (9th century Puareshwar Mahadev temple ) આવેલું છે. અંદાજિત 1200 વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસ જોઈએ તો નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાનું માનવામાં આવે છે. કચ્છનું પ્રાચીન મંદિરર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રાવણ 2022 ના (Shravan 2022)દિવસોમાં ભક્તો મંદિરની જીર્ણ દશાથી દુઃખી થઇ રહ્યાં છે.

શિવ ભક્તો આ મંદિર ક્યારે નવું બનશે તેની રાહ જોઈ રહ્યા છે

મંદિરનો ઇતિહાસ લોકકથા મુજબ પુઅરેશ્વર મહાદેવનું આ મંદિર ઇ.સ.નવમી સદીનું ( 9th century Puareshwar Mahadev temple ) બનેલું છે. તે વખતના નજીકના પદ્ધર ગઢના સ્થાપક રા-પુઅરા રાજાએ બનાવેલ તેથી તેનું નામ પુઅરેશ્વર પડયું કહેવામાં આવે છે. બીજી દંતકથા પ્રમાણે રા-પુઅરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી. જેમનાથી સગાઈ થઈ એવા રાણી પરમ શિવભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મુકીને જવા માંગતા ન હતા. તેથી તેમણે રાજા સામે એવી વાત મુકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તો જ લગ્ન કરશે. રાણીના લગ્ન થયા અને શિવ મંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું. જ્યારે પદ્ધર ગઢ પહોંચ્યા તો ત્યાં જોયું કે ગઢનો દ્વાર નાનું હતું અને મંદિર વિશાળ હતું. એટલે રાણીને લાગ્યું કે, આ મંદિર અંદર આવશે કે કેમ? એટલે રાણીએ પાછું વળીને જોયું. એટલે કહેવાય છે કે, મંદિર પદ્ધર ગઢથી બહાર જ રહી ગયું.

પુરાતત્વ વિભાગ આવા પાટીયા લગાવી દઇ સંતોષ માની લે છે

મંદિર એકદમ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આજે અડીખમ 2001ના ગોઝારા ભૂકંપ બાદ પણ મંદિર (9th century Puareshwar Mahadev temple ) જર્જરિત હાલતમાં ઉભું છે. શિવલિંગને કોઈપણ જાતનું નુકસાન થયેલ નથી.સરકાર દ્વારા ગુજરાતના હેરિટેજ મંદિર ( Heritage Temples in Gujarat ) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્વ વિભાગ ( Department of Archaeology) દ્વારા કોઈ સમારકામ,કાળજી રાખવામાં કે જાળવણી લેવામાં આવતી ન હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે.

આ પણ વાંચો Shravan Month 2022: બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપૂર

સરકારની જાહેરાત માત્ર કાગળ પર જ પુઅરેશ્વર મહાદેવ નજીકના ગામે રહેતા નરસીભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે, આ મંદિર તેમના નવમી સદીમાં બાંધવામાં આવ્યું (9th century Puareshwar Mahadev temple ) હતું અને કાળક્રમે આ મંદિરનો લગભગ તમામ ભાગ જર્જરિત હાલતમાં ( Demand for temple renovation in Kutch) થઈ ગયેલ છે. સરકાર દ્વારા આ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જાહેર કરવામાં આવેલ છે. પણ કોઈ નક્કર પ્રયત્નો કરવામાં ન આવેલ હોવાથી આ જાહેરાત માત્ર કાગળ પર જ પ્રવાસન સ્થળ છે.

આ વાંચો World Lion Day 2022: ભેરાઈ ગામમાં આવેલું વિશ્વનું પ્રથમ સિંહ સ્મૃતિ મંદિર, મંદિરના દર્શન કરીને લોકો આપે છે શ્રદ્ધાંજલિ

ગ્રાન્ટ તો ફાળવાઇ પરંતુ કામ નથી થયું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ઐતિહાસિક ધરોહરની (9th century Puareshwar Mahadev temple ) જાળવણી માટે રાજ્ય સરકારે આ મંદિરના સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ, વૃક્ષારોપણ, બ્યુટીફીકેશન કામો અને પર્યટક સુવિધાની કામગીરી માટે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે. પણ હજુ સુધી એક પણ રૂપિયાનું કામ ( Demand for temple renovation in Kutch) થયું નથી તેમ બાજુના ગામના યુવાન સુરેશ ચારણએ જણાવ્યું હતું. દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan 2022) દરેક સોમવારે આ જગ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.