ETV Bharat / state

માંડવી નગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલો શોપિંગ મોલ છેલ્લાં 5 વર્ષથી બંધ - Gujarat Samachar

માંડવી નગરપાલિકા (Mandvi Municipality)દ્વારા પાંચ વર્ષ પૂર્વે 1.50 કરોડના ખર્ચે સ્વામિનારાયણ મંદિર રોડ પર પ્રોફેસર કે. ટી. શાહ શોપિંગ મોલ (Shopping malls)બનાવવામાં આવ્યો હતો. જેમાં 44 જેટલી દુકાનો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ઊંચા ભાડાના લીધે આ દુકાનો બંધ પડી છે. જેથી નગરપાલિકાને 60 થી 80 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

માંડવી નગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલો શોપિંગ મોલ છેલ્લાં 5 વર્ષથી બંધ

author img

By

Published : Jul 22, 2021, 1:22 PM IST

  • નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ (Shopping malls) મોલ છેલ્લાં 5 વર્ષથી બંધ
  • 44 જેટલી દુકાનોને ઊંચા ભાડાને લીધે લાગ્યા તાળા
  • તંત્ર દ્વારા હવે દુકાનોની વેંચાણ અર્થે કરાશે હરરાજી

ક્ચ્છ: માંડવી નગરપાલિકા દ્વારા ખેતી કે. ટી. શાહ શોપિંગ મોલ આજથી પાંચ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો હતો. જેનો 1.50 કરોડ ખર્ચ થયો હતો. તો આ મોલમાં 44 જેટલી દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનોની માંડવી નગરપાલિકા દ્વારા બે વખત હરરાજી પણ કરવામાં આવી હતી પરંતુ માંડવી નગરપાલિકા તેમાં નિષ્ફળ થઈ હતી કારણ કે, નગરપાલિકા દ્વારા આ દુકાનનું ભાડું વધારે હતું તેવું નગરજનોનું માનવું છે.

માંડવી નગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલો શોપિંગ મોલ છેલ્લાં 5 વર્ષથી બંધ

ગ્રાઉન્ડ ફ્લોર પર અને પહેલા માળની દુકાનોના ભાડા સરખા

માંડવી નગરપાલિકા દ્વારા આ કે. ટી. શાહ શોપિંગ મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા દુકાનો અને પહેલા માળ પર આવેલી દુકાનોના ભાડા બંને સરખા જ રાખવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોનું ભાડું રૂપિયા 6,000 વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પહેલાં માળ પરની દુકાનનું ભાડું પણ 6000 રૂપિયા જેટલું જ નક્કી કરવામાં આવ્યું હતું જે માંડવીની જનતા માટે વધારે કહેવાય તેવું નગરજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: માંડવી નગરપાલિકા દ્વારા 1.16 કરોડના કામોનું ટેન્ડર ખોલ્યા વગર ખાતમુર્હુત કરાયું

પાંચ વર્ષથી ઊંચા ભાડાના લીધે નગરપાલિકાને નુક્સાન

નગરપાલિકા દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી ઓછા ભાડે દુકાનો આપવામાં આવતા તો પણ મહિને 1 લાખ જેટલી આવક થાઇ શકત. જો કે, નગરપાલિકા દ્વારા આ 44 દુકાનો 2000-3000 રૂપિયા ભાડે આપવામાં આવે તો નગરપાલિકાને દર મહિને 1 લાખથી 1.50 લાખ રૂપિયાની આવક થાય તેમ છે. ઉપરાંત માંડવીના નાના મોટા વેપારીઓને રોજગાર મેળવવાની તક પણ મળે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ઊંચા ભાડાના લીધે આ દુકાનો બંધ પડી છે. જેથી નગરપાલિકાને 60 થી 80 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

દુકાન વેંચાણ અર્થે આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી

આ કે. ટી. શાહ શોપિંગ મોલની દુકાનોની નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને ભાડું નક્કી કરીને ભાડા પર આપવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ આ દુકાનો ઠરાવ પ્રક્રિયા કર્યા પછી પણ ખાલી રહી છે. હવે પદાધિકારીઓ દ્વારા બેઠકમાં ઠરાવ પસાર કરીને આ પ્રક્રિયામાં બદલાવ કરીને આ દુકાન વેચાણથી આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: માંડવી નગરપાલિકામાં ચૂંટણી સીમાંકનમાં વિસંગતા, કોંગ્રેસે આપ્યું આવેદન

દુકાનોની કિંમત નક્કી કર્યા બાદ હરરાજી કરવામાં આવશે

આગામી સમયમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં આ દુકાનોની કિંમત નક્કી કરવા માટે ઠરાવની પ્રક્રિયા કરવામાં આવશે અને આ દુકાનોની કિંમત નક્કી કરવાની સત્તા સરકારની છે માટે તેની મંજૂરી મળ્યા બાદ આ દુકાનોની હરરાજી કરવામાં આવશે.

જાણો શું કહ્યું સ્થાનિકે

છેલ્લાં પાંચ વર્ષથી આ 44 દુકાનો નગરપાલિકાના ઊંચા ભાડાના લીધે બંધ છે. જો તેને નજીવા ભાડા પર આપવામાં આવે તો નાના-મોટા વેપારીઓને રોજગાર મળી રહે.

જાણો શું કહ્યું માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરે

શોપિંગ મોલની દુકાનોની નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને ભાડું નક્કી કરીને ભાડા પર આપવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ આ દુકાનો ઠરાવ પ્રક્રિયા કર્યા પછી પણ ખાલી રહી છે. માટે હવે પદાધિકારીઓ દ્વારા બેઠકમાં ઠરાવ પસાર કરીને આ દુકાન વેચાણથી આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.