ETV Bharat / state

કચ્છમાં સાયકલ ચલાવી પર્યાવરણ જાગૃતિનો અપાયો સંદેશ, કેન્દ્રીય પ્રધાન પણ જોડાયા

કચ્છ: ગાધી જયંતિ નિમિત્તે ગાંધીધામના નગરજનોને ટ્રાન્સફર ફીમાં ધરખમ ઘટાડાની ભેટ આપનાર શિપિંગપ્રધાન મનસુખ માંડવીયા ત્રણ દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે સવારે ગાંધીધામ ખાતે તેઓએ સાયકલ રેલીમાં જોડાયા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત કંડલા બંદરે 10 કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન ટ્રક ટર્મિનલનું લોકર્પણ કર્યું હતું.

પર્યાવરણ જાગૃતિ સંદેશ
author img

By

Published : Oct 4, 2019, 7:48 PM IST

ગાંધીધામ ખાતે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા શિપિંગપ્રધાન અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. કંડલા બંદરે તૈનાત CRPFના જવાનોએ 'ગાર્ડ ઓફ ઓનર' સાથે એમને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ બોટ દ્વારા કંડલા બંદરે વહાણોની અવર-જવરની ગતિવિધિ તેમજ અલગ અલગ પ્રકારના કાર્ગો હેન્ડલ કરતી જેટીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

શિપિંગપ્રધાન મનસુખ માંડવીયાએ સાયકલ ચલાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

શિપિંગપ્રધાન માંડવીયાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા પર ચાંપતી નજર રાખનાર VTMS (દરિયાઈ રડાર સિસ્ટમ)નું પણ નિરીક્ષણ કર્યું હતું. વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કંડલા બંદરેથી પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર 180 કિલોમીટરમાં વહાણોની અવર-જવર પર નજર રાખી શકાય છે. કચ્છના કંડલાથી સૌરાષ્ટ્રના નવલખી, વાડીનાર ઉપરાંત પાકિસ્તાનને જોડતી 'જખૌ'ની દરિયાઈ સીમા સુધી અવરજવર કરતા વહાણો આ દરિયાઈ રડારના નિરીક્ષણ હેઠળ રહે છે.

પર્યાવરણના રક્ષણ હેતુ સાથે કંડલા બંદર જોડાય તે માટે માંડવીયા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. કંડલામાં કેન્દ્રીય પ્રધાનનું ઉદ્યોગપતિઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રવાસમાં તેમના પત્ની ગીતાબેન માંડવીયા પણ જોડાયા છે. ગીતાબેને વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા (આઈએસએફ) તેમજ કંડલા પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ગાધી જયંતિએ ગાંધીઘામ વાસીઓને ટ્રાન્સફર ફીમાં ધરખમ ઘટાડાની ગીફટ આપનાર શિપેિંગ પ્રધાન મનસુખ માંડવીયા કચ્છની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. આજે સવારે ગાંધીધમ ખાતે સાયકલ રેલીમાં સાયકલ ચલાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.  ઉપરાંત કંડલા બંદરે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન ટ્રક ટર્મિનલનું લોકર્પણ કર્યું હતું.Body:
ગાંધીધામ ખાતે આજે સવારે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને દોહરાવીને તેને લગતા અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કંડલા બંદરે તૈનાત સીઆરપીએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને આવકાર આપ્યો હતો. ત્યારબાદ   બોટ દ્વારા પણ કંડલા બંદરે વહાણોની અવરજવરની ગતિ વિધિ તેમજ અલગ અલગ પ્રકારનો કાર્ગો હેન્ડલ કરતી જેટીઓનું નિરીક્ષણ કર્યું હતું.
શિપિંગ પ્રધાન માંડવીયાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા ઉપર નજર રાખતી વીટીએમએસ (દરિયાઈ રડાર સિસ્ટમ) નું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વીટીએમએસ વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કંડલા બંદરેથી પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર ૧૮૦ કીમી. (૯૦ નોટિકલ દરિયાઈ માઈલ) માં વહાણોની હીલચાલ ઉપર નજર રહી શકે છે. કચ્છના કંડલા થી છેક સૌરાષ્ટ્રના નવલખી, વાડીનાર ઉપરાંત પાકિસ્તાનને જોડતી જખૌ ની દરિયાઈ સીમા સુધી અવરજવર કરતા વહાણો આ દરિયાઈ રડાર દ્વારા નિરીક્ષણ હેઠળ રહે છે. 
 બીજી ટર્મ શિપિંગ મંત્રાલયનો હવાલો સંભાળનારા મનસુખ માંડવીયા પર્યાવરણની રક્ષણ હેતુ સાથે કંડલા બંદર જોડાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાનું ઉદ્યોગપતિઓ દ્વારા સ્વાગત કરાયું હતું.  આ પ્રવાસમાં તેમના પત્ની ગીતાબેન માંડવીયા પણ જોડાયા છે. તેઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા (આઈએસએફ) તેમજ કંડલા પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કંડલા પોર્ટના બિઝનેસ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.