ETV Bharat / state

આઈ આશાપુરામાં મઢ વાળી મોરીમાં : પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ - Kutch Ghatasthapana

કચ્છમાં નવરાત્રીના (Kutch Navaratri) પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને આશાપુરા માતાને શીશ ઝુકાવવા આવશે. જેને લઈને ભક્તોને કોઈ પણ જાતની સમસ્યા ન રહે તેના માટે ખાસ વ્યવસ્થાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. (Ashapura Mata Madh Padayatra in Kutch)

આઈ આશાપુરામાં મઢ વાળી મોરીમાં : પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ

author img

By

Published : Sep 20, 2022, 3:34 PM IST

કચ્છ નવરાત્રીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી (Kutch Navaratri) રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ કચ્છના કુળદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે સમગ્ર દેશમાંથી ભકતો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને માતાજીને શીશ ઝુકાવવા આવતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે 8થી 10 લાખ માઇભક્તો માતાના મઢ ખાતે ઉમટશે તેવી ધારણા લગાવવામાં આવી રહી છે. જેને લઈને ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. (Ashupura Mata Madh Padayatra in Kutch)

આઈ આશાપુરામાં મઢ વાળી મોરીમાં : પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ

ઘટ સ્થાપન કચ્છના કુળદેવી માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે તારીખ 25મી ના રાત્રે ઘટ સ્થાપન થશે. તેમજ બીજા દિવસે સોમવારથી આસો નવરાત્રીની ઉજવણીનો આરંભ થશે. જેથી અશ્વિની નોરતાનું આદ્યશક્તિની ઉપાસના માટે વિશેષ મહત્વ હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. ચાલુ વર્ષે મેઘ મહેર થતાં ભાવિકોની સંખ્યા વધવાનો અંદાજ છે. તારીખ 26મી ભાદરવા વદ અમાસના રાત્રે 9 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવશે. (Mata Madhe Padayatra in Kutch)

નવરાત્રીમાં 8થી 10 લાખ ભક્તો માતાને ઝુકાવશે શીશ

ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ સોમવારથી નવરાત્રિનો આરંભ થશે તારીખ 2જી ઓક્ટોબરના આસો સુદ સાતમે રાત્રે પ્રથમ જગદંબા પૂજન બાદ 9.30 ક્લાકથી હોમ હવનનો પ્રારંભ કરાશે. મોડી રાત્રે 12.30 વાગ્યે શ્રીફળ હોમવામાં આવશે. બીજા દિવસે તારીખ 3મી ઓક્ટોબરના રાજપરિવાર પતરી વિધિ યોજાશે. તેની સાથે આદ્યશક્તિના પર્વની ઉજવણી સંપન્ન થશે. ઉત્સવને લઈને જાગીર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

બે વર્ષ બાદ ફરી સેવાકીય કેમ્પ શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે, શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસોમાં માઇભક્તોનું આગમન શરૂ થઈ જાય છે. નોરતા દરમિયાન ચારથી પાંચ લાખ લોકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે સારા ચોમાસાના કારણે તેનો આંકડો વધે તેવી સંભાવના છે. બે વર્ષના કોરોના કાળમાં સેવાકીય કેમ્પને સરકાર દ્વારા મંજૂરી મળી ન હતી. ત્યારે આ વર્ષે ફરી સેવાકીય કેમ્પ શરૂ કરાશે. જેમાં પદયાત્રીઓ માટે ભોજનની ,આરામની તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. (seva camp in Kutch)

પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ
પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ

8થી 10 લાખ ભકતો દર્શનાર્થે માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરએ જણાવ્યું હતું કે, આ વર્ષે 8થી 10 લાખ માઇભક્તો દર્શનાર્થે આવશે તેવી ધારણા છે. માતાના મઢ ખાતે માઈભક્તો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 કલાક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટે છે ,ત્યારે મર્યાદિત રૂમની વ્યવસ્થા હોવાથી દરેક લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા કરવી શક્ય નથી. માટે માતાના મઢથી 1 કિલોમીટર અગાઉ મેગા કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે. જે મેગા કેમ્પમાં પદયાત્રીઓ આરામ, સ્નાન, તેમજ નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. (Kutch Ghatasthapana)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.