- ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારે કડક કરવામાં આવી
- કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેવાયું પગલું
- સિક્યુરિટી અને ચેકિંગ મિકેનિઝમ વધારવામાં આવ્યું
કચ્છ: સરહદી જિલ્લો (Border District) હોવાના કારણે કચ્છમાં સતર્કતા રાખવી અનિવાર્ય છે. કચ્છની દરિયાઈ સીમા હોય, બોર્ડર હોય કે પછી એરપોર્ટ હોય સુરક્ષા એજન્સીઓ (Security agencies) હંમેશા તેને લઇને એલર્ટ રહેતી હોય છે. ઉપરાંત હાલમાં જ્યારે કચ્છની દરિયાઇ જળસીમા (Coastal Waters) તથા પોર્ટ ઉપરથી કેફી દ્રવ્યો મળી આવવા તથા બોર્ડર પરથી ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ભુજના એરપોર્ટ પર છેલ્લાં થોડાક સમયથી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી
ભુજ એરપોર્ટ ખાતે આમ તો ફ્લાઇટની સતત અવર-જવર નથી રહેતી, પરંતુ કચ્છ સરહદી વિસ્તાર હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે અહીં તપાસ એજન્સીઓ સતર્ક રહેતી હોય છે અને પેટ્રોલિંગ પણ કરતી હોય છે. ઉપરાંત અવાર-નવાર બનતા ગુનાખોરીના બનાવોથી સુરક્ષા વધુ કડક કરવાના પગલાં પણ લેવામાં આવતા હોય છે. તેના જ ભાગરૂપે ભુજના એરપોર્ટ પર સતર્કતા દાખવીને સિક્યુરિટી વધુ કડક કરવામાં આવી છે.
દેશમાં બનતા બનાવોને લીધે લેવાયા પગલાં
ભુજનું એરપોર્ટ એ એક સેન્સેટિવ એરપોર્ટ છે અને એરપોર્ટ પર આવતા મુલાકાતીઓ અને પેસેન્જરો માટેની તપાસ મુખ્ય ગેટથી લઈને બોર્ડિંગ પોઇન્ટ સુધી જુદી જુદી રીતે કરવામાં આવે છે. ઉપરાંત હાલમાં પૂરા દેશમાં બનતા બનાવોને લીધે જોખમનું સ્તર (Threat Level) પણ વધ્યું છે જેને ધ્યાનમાં રાખીને Security Mechanism અને Checking Mechanisms પણ વધારવામાં આવ્યું છે.
જુદી જુદી એજન્સીઓ પણ સતર્ક
એરપોર્ટની સિક્યુરિટી માટે લોકલ પોલીસ, IB, એરફોર્સ, CISF સિક્યુરિટી વગેરે જુદી જુદી એજન્સીઓ સામેલ હોય છે. આ તમામ એજન્સીઓ એરપોર્ટ અને દેશની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત એરપોર્ટનો સ્ટાફ અને નાગરિકો પણ આ ચેકિંગ અને સિક્યુરિટીને લગતી તમામ પ્રક્રિયા માટે સારો સહકાર આપે છે તેવું ભુજ એરપોર્ટના ચીફ સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું.
એરપોર્ટ સ્ટાફ અને સિક્યુરિટી દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે : ચીફ સિક્યુરિટી ઓફિસર
ચીફ સિક્યુરિટી ઑફિસરે જણાવ્યું હતું કે, એરપોર્ટના ડિરેક્ટર, સિક્યુરિટી સ્ટાફ અને જુદી જુદી એજન્સીઓ વચ્ચે પણ અવાર-નવાર થતા સૂચનાના આદાન-પ્રદાનને પણ વધારવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવતા પેસેન્જરો પણ આ ચેકિંગ અને સિક્યુરિટીની પ્રક્રિયામાં પોતાનું મહત્વનું યોગદાન આપે તે માટે તેમને સૂચનો આપવામાં આવે છે કે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી અને કઈ નહીં. ઉપરાંત મુસાફરો માટે પણ એવું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે કે જેથી તેમને એવો અનુભવ ન થાય કે તેઓ કેદમાં છે અને અમારા સ્ટાફ દ્વારા પણ તકેદારી રાખવામાં આવે છે કે કોઈ ભૂલચૂક થાય નહીં.
આ પણ વાંચો: Mundra Heroin Case: ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો
આ પણ વાંચો: ભુજમાં ગરબી મંડળ દ્વારા ગરબા રસિકોને આકર્ષવા માટે કર્યો નવો પ્રયોગો, જૂઓ વીડીયો...