કચ્છઃ જિલ્લાના શિક્ષણ જગતમાં અનેક પ્રશ્નો છે, શિક્ષકોની ખાલીજગ્યા શાળાઓની સુવિધા સહિતના પ્રશ્નો વચ્ચે કચ્છી સૌથી મોટી શિક્ષણ સંસ્થા કચ્છ યુનિવર્સિટીને રાજકારણનું ગ્રહણ લાગ્યું છે. જેને પગલે વિદ્યાર્થીઓના હિતોને મોટું નુકસાન થઇ રહ્યું છે. વધુ એક વખત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકની પ્રક્રિયા ધૌચમાં પડી ગઈ છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિને વિમુખ મામલે જેની શંકા સેવવામાં આવતી હતી એ સર્ચ કમિટીની સમગ્ર પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી છે.
સમગ્ર મામલો રાજકારણ અને હુંસાતુસીના ચક્કરમાં ફસાયો છે, તેમ જણાવીને હિતેચ્છુઓ એ કહ્યું હતું કે, સર્ચ કમિટીની રચના દોઢ વર્ષ અને ઇન્ચાર્જ કુલપતિ નિમ્યાના એક વર્ષ પછી સમગ્ર પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી છે.
હવે નવા કાયમી કુલપતિ માટે વધુ એકાદ વર્ષ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છ યુનિવર્સિટી સાથે આવું સતત બીજી વાર બન્યું છે. કાયમી કુલપતિ લગભગ ત્રણ વર્ષથી વધુ સમય પછી મળ્યા હતા અને આ જ રીતે બે વાર સર્ચ કમિટીની પ્રક્રિયા થઇ હતી, એ સમયે તો પહેલી કમિટીની પ્રક્રિયા દરમિયાન હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેખિતમાં આવી પત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીને સર્ચ કમિટી રદ કરાયની જાણકારી અપાઈ છે. જોકે તેનો કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી.