ETV Bharat / state

આ મશરુમ એવા જેની કિંમત છે 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો, વૈજ્ઞાનિકોએ ઉગાડ્યાં - વૈજ્ઞાનિકોએ કચ્છના સૂકા રણપ્રદેશમાં ઉગાડ્યાં વિશિષ્ટ મશરુમ

કચ્છના રણપ્રદેશમાં વૈજ્ઞાનિકોએ ઠંડા પ્રદેશમાં ઉગતા કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમનું ઉત્પાદન કરી બતાવ્યું છે. જોકે આ મશરુમ ખાવાની ઇચ્છા હોય તો પહેલાં તેનો ભાવ જાણી લેવા જેવો છે.હિમાલયન ગોલ્ડથી ઓળખાતી ઠંડાપ્રદેશના મશરૂમ વૈજ્ઞાનિકોએ કચ્છના સૂકા રણપ્રદેશમાં ઉગાડી બતાવ્યાં છે. તેનો ભાવ દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ મશરુમ એવા જેની કિંમત છે 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો, વૈજ્ઞાનિકોએ ઉગાડ્યાં

author img

By

Published : May 21, 2021, 4:36 PM IST

  • ઠંડાપ્રદેશમાં ઉગતા મશરૂમનું કચ્છમાં સફળ ઉત્પાદન
  • મશરૂમમાં એન્ટીવાયરલ અને એન્ટીકેન્સર તત્વો
  • હિમાલયન ગોલ્ડ તરીકે ઓળખાય છે કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમ

ભુજની ગાઈડ સંસ્થા દ્વારા સફળ પ્રયોગ

કચ્છઃ ક્ચ્છ જિલ્લો આમ તો સૂકા મુલક તરીકે ઓળખાય છે પણ આ ભૂમિની તાસીર ઘણી અલગ છે. ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનનું કચ્છમાં વાવેતર થયા બાદ ઠંડા પ્રદેશની મશરૂમનું પણ કચ્છમાં ઉત્પાદન થયું છે. કચ્છનાં રણપ્રદેશમાં વૈજ્ઞાનિકોએ ઠંડા પ્રદેશમાં ઉગતા કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમનું ઉત્પાદન કરી બતાવ્યું છે. આ મશરૂમ ચીન, ઇટાલી અને થાઈલેન્ડ સહિતના દેશોના ખોરાકમાં અત્યંત મહત્વનું સાબિત થયું છે. વિટામિનથી ભરપૂર અને અનેક બીમારીઓનો ખાત્મો કરતા મશરૂમ ઉગાડવાનો અશક્ય પ્રયોગ કચ્છમાં સફળ થયો છે. કચ્છ જિલ્લામાં પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ હિમાલય ગોલ્ડ તરીકે ઓળખાતી ઠંડા પ્રદેશની મશરૂમની જાતિ ઉગાડવામાં સફળતા મેળવી છે.જેની કિંમત 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. ત્રણ મહિનાના અથાગ પ્રયત્નો અને મહેનતના અંતે અશક્ય પ્રયોગ ભુજની ગાઈડ સંસ્થા દ્વારા સફળ બનાવવામાં આવ્યો છે.

વિટામિનથી ભરપૂર અને અનેક બીમારીઓનો ખાત્મો કરતા મશરૂમ ઉગાડવાનો અશક્ય પ્રયોગ કચ્છમાં સફળ થયો

આ મશરૂમની માર્કેટ વેલ્યુ 1.5 લાખ પ્રતિ કિલોગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકોએ ભુજ ખાતેની લેબમાં કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે. આ પ્રયોગ કરતા 90 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને 35 બરણીઓમાં આ મશરૂમ ઉગાડવામાં આવી હતી. હિમાલયન ગોલ્ડથી ઓળખાતી આ મશરૂમ સામાન્યતઃ ઠંડા પ્રદેશોમાં જ થાય છે. જેની હાલની માર્કેટ વેલ્યુ એક કિલોના 1.5 લાખ રૂપિયા છે.આ પ્રયોગમાં સૂકીમાત્રામાં 350 ગ્રામ જેટલું ઉત્પાદન થયું હતું.
હિમાલયન ગોલ્ડથી ઓળખાતી ઠંડાપ્રદેશના મશરૂમ વૈજ્ઞાનિકોએ કચ્છના સૂકા રણપ્રદેશમાં ઉગાડી બતાવ્યાં
આ મશરૂમ વિટામિનથી ભરપૂર છે અને અનેક બીમારીઓનો ખાત્મો કરે છેઆ મશરૂમની ખાસિયત એ છે કે,તે એન્ટી બેક્ટેરિયલ,એન્ટી ફંગલ અને એન્ટી કેન્સરની દવા તરીકે મહત્વનો ભાગ ભજવે છે.સાથોસાથ વિટામિન બી-૧,બી-૧૨ ,કે અને પ્રોટીનથી ભરપૂર હોય છે એક સમયે આ શક્ય લાગતું હતું. કારણ કે હરિયાણા અને હિમાચલ જેવા પ્રદેશોમાં જ તેના પ્રયોગ સફળ થયા છે. જો કે છતાંય તેની તાલીમનો ખર્ચ ખૂબ વધુ હતો પણ પ્રયત્ન કર્યો અને સફળતા મળી છે17 ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં ત્રણ મહિનાની લેબોરેટરી નિરીક્ષણમાં સફળ પ્રયોગકોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમ દેશના ઠંડા પ્રદેશોમાં લોકોને ન્યૂટ્રિશિયન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે,સાથે જ બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી હોય કે મેલેરિયાથી લઈને ડેન્ગ્યૂ દરેકમાં કારગર નીવડી હોવાનું જાણકાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય બાબત છે,કે હાલ 17 ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં ત્રણ મહિનાની લેબોરેટરી નિરીક્ષણ અને વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નોથી ઉગાડવામાં આવી હતી. જે કચ્છના વાતાવરણ પ્રમાણે એકચોટ વૈજ્ઞાનિકોને અશક્ય લાગતું હતું.જો કે અંતે તે મિશન પણ સફળ થયું હતુંઇચ્છુક લોકોને ગાઈડ સંસ્થા તાલીમ આપીને રોજગાર માટે પગભર પણ કરી રહી છેકોવિડના સમયમાં સતત જયારે ઇમ્યુનીટી સિસ્ટમની ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે હિમાલયન ગોલ્ડ મશરૂમ ઇમ્યુનિટી બુસ્ટ સાથે લીવરની કામગીરી પર પણ હકારાત્મક અસર પડે છે. ઉલ્લેખનીય બાબત છે કે,ગાઈડ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી મશરૂમની વિવિધ પ્રજાતિ ઉગાડવાના આ પ્રકારે વિવિધ પ્રયોગો કરી રહ્યું છે. સાથોસાથ ઇચ્છુક લોકોને ગાઈડ સંસ્થા તાલીમ આપીને રોજગાર માટે પગભર પણ કરી રહી છે.સતત પ્રયત્નો થકી ગાઈડ સંસ્થાને કોર્ડિસેપ્સ મિલિટરીસ મશરૂમનો પાઇલોટસકેલ પ્રયોગમાં ઊંડા ઉતર્યા હતાં અને ઉનાળાની ઋતુ હોવા છતાંય લેબોરેટરીમાં જરૂરી તાપમાન અને આનુસંગિક જાળવીને તેને ઉગાડી હતી.આ પ્રોજેક્ટમાં ગાઈડના ડાયરેક્ટર ડો.વિ વિજયકુમાર,વરિષ્ઠ વૈજ્ઞાનિક કે.કાર્થિકેયન,ડો.જયંતિ જી. અને નિરમા યુનિવર્સીટીના જીગ્ના શાહ જોડાયા હતા.

આ પણ વાંચોઃ સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

જાણો શું કહ્યું વૈજ્ઞાનિકે?

ગાઈડ સંસ્થાના ડાયરેકટર ડૉ. વિજયકુમારએ જણાવ્યું હતું કે,ઔષધીય સંપત્તિથી ભરપૂર `કોડીસેપ્સ મિલિટરીસ' પ્રકારના મશરૂમનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયા માટે ગાઈડ સંસ્થાએ અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટી સાથે સંકલન સાધ્યું છે. પરંપરાગત રીતે ચીન અને તિબેટની હર્બલ દવાઓમાં મળી આવતાં કોડીસેપ્સ મશરૂમની માત્ર એક કિલોની કિંમત દોઢ લાખ રૂપિયા થાય છે.

જાણો શું કહ્યું જુનિયર સાયન્ટિસ્ટે?

આ મશરૂમ એન્ટીકેન્સર તત્વો ધરાવે છે માટે એના પર વધુ તપાસ કરશું અને અહીં અને અન્યોને તાલીમ પણ આપવાનું ચાલુ કર્યું છે.

આ પણ વાંચોઃ કચ્છમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, ચોબારી ગામના 3 કેસો પૈકી 2 મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.