કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા અને શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને કારણે લોકો ધાર્મિક સ્થળો પર દર્શનાર્થે આવે છે. જે કારણે ભુજમાં તમામ ધાર્મિક સ્થળોનું સેનિટાઈઝન શરૂ કરવામાં આવ્યું છે.
ભુજ નગરપાલિકા દ્વારા ભુજના તમામ મંદિર ગુરૂદ્વારા મસ્જિદ અને દેવાલયોમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. સેનિટાઈઝેશનની આ કામગીરી સાથે તમામ મંદિરોના સંચાલકો પૂજારીઓને અપીલ કરીને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ શ્રાવણ માસના ધાર્મિક સ્થળોમાં વિવિધ તહેવારોને લઇ ભાવિકોની ભીડ થતી હોય તે સ્વાભાવિક છે.
કલેકટરના જાહેરનામાના તમામ નિયમોના પાલન સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા ભાવિકોને કોઈ સંક્રમણ ન લાગે તે માટે નગરપાલિકાએ અભિયાન શરૂ કયુ છે. કોરોના સામેની લડાઈમાં આ પ્રયાસ વડે સંક્રમણને અટકાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.