કચ્છ : જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, આજે વધુ 20 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. જેમાં ભૂજ અને માધાપરના બે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે રેપીટ કીટ વડે 8 ટેેસ્ટ કરાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા છે. આ ઉપરાંત માધાપર અને કોટડા મઢમાં રિપીટ સર્વે કરાયો હતો. માધાપરમાં આઠ ટીમોએ 1233 ઘરની મુલાકાત લઈને 7664 લોકોનો સર્વે કરાયો છે. જયારે લખપતના કોટડા મઢમાં 10 ટીમોએ 351 ઘરની મુલાકાત લઈને 2272 લોકોને સર્વે કરાયો છે.
જેમાં કુલ 2156 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમ્યાન 63 જેટલા વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસ વિભાગે કોરોના ધિ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 243 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.52,900 જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ 205 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 124 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.