ETV Bharat / state

ગુજરાતના કચ્છમાં મળ્યો એવો પદાર્થ કે જેને જોતા નાસા પણ ચોંકી ગયું, વૈજ્ઞાનિકો કરશે તપાસ

author img

By

Published : Feb 1, 2022, 10:19 AM IST

Updated : Feb 1, 2022, 2:01 PM IST

કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં (Salt crystal in white desert of Kutch) મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ જોવા મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નાસાના વૈજ્ઞાનિકો સફેદ રણની મુલાકાત (NASA scientists will visit White Desert) લઈને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે.

ગુજરાતના કચ્છ નજીક મળી આવ્યા મંગળ ગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલ

કચ્છ: નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં (Salt crystal in white desert of Kutch) જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીના મધ્યમાં નાસા સંશોધન (NASA will conduct research in February) કરશે. મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરવામાં આવશે.

ગુજરાતના કચ્છમાં મળ્યો એવો પદાર્થ કે જેને જોતા નાસા પણ ચોંકી ગયું, વૈજ્ઞાનિકો કરશે તપાસ

વર્કશોપ માર્ચ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવશે

સંશોધન અંગે માહિતી આપતાં કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મુંબઈની એમિટી યુનિવર્સીટી,કચ્છ યુનિવર્સીટી અને નાસા દ્વારા સંયુક્ત પ્લેનેટરી જિયોલોજી મુદ્દે 14મી ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી અહીં વર્કશોપ યોજાવાનો હતો, પરંતુ કોરોનાના કારણે આ વર્કશોપ અને સંશોધનનું કાર્ય પાછળ ઠેલવામાં આવ્યો છે અને હવે આ વર્કશોપ માર્ચ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કોર્સ પણ શરૂ કરવામાં આવશે

પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કચ્છ યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી સાથે મળીને વિદ્યાર્થીઓ માટે એક 6 થી 12 મહિનાનું કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં મંગળ ગ્રહ જેવું જમીનું અભ્યાસ કરવામાં આવશે જેમાં કચ્છની અનેક સાઇટને આવરી લેવામાં આવશે. કચ્છના માતાના મઢ, લુણા ક્રેટર લેક,ધોળાવીરા અને ગ્રેટ રણ ઓફ કચ્છની જમીન પર અભ્યાસ કરવામાં આવશે.

વૈજ્ઞાનિકો ફેબ્રુઆરી મહિનાની મધ્યમાં ક્ચ્છ આવીને સંશોધન કરશે

નાસાના 6 વૈજ્ઞાનિકો ત્યાં સંશોધનને લઈને કચ્છ આવ્યા હતા. મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાના મઢ ખાતે કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. પરંતુ જે તે સમયે ઓછા સમયના અભાવે તેઓ સંપૂર્ણ સંશોધન કરી શક્યા ન હતા ત્યારબાદ કોરોના મહામારીને પગલે વૈશ્વિક આવાગમન પર રોક લાગતા માતાના મઢ સાઇટ સંશોધન પર બ્રેક લાગી હતી. હાલ લોકડાઉન ખુલ્યા બાદ વધુ એકવાર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ વર્ષે માર્ચ મહિનાનીશરૂઆતમાં ક્ચ્છ આવીને સંશોધન કરશે અને સંશોધન પ્રક્રિયા પર વર્કશોપ યોજશે.

મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ કચ્છના સફેદ રણમાં જોવા મળ્યા

કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ પણ જોવા મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવશે ત્યારે સફેદ રણની મુલાકાત લઈને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. સફેદ રણમાં આવતા પ્રવાસીઓ પહેલા ચંદ્ર જમીન જેવી અનુભૂતિ કરતા હતા જ્યારે હવે મંગળ ગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલને જોઈને મંગળ ગ્રહ જેવી અનુભૂતિ કરશે.

એમિટી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો હાથ ધરશે સંશોધન

આગામી સમયમાં થનારા સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓ, મુંબઈની એમિટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સંશોધકો તથા દેશ વિદેશના વૈજ્ઞાનિકો ક્ચ્છની વિવિધ ભૌગોલિક જગ્યાઓથી અવગત થશે અને માર્શિયન એક્સ્ટ્રા પ્લેનેટરી વિષય પર સંશોધન પ્રવાસ કરશે.

આ પણ વાંચો: કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન

મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ થશે

માતાના મઢમાં જેરોસાઇટ મળ્યા બાદ મંગળ ગ્રહ જેવી સપાટી મળી હતી. નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીના મધ્યમાં નાસા સંશોધન કરશે (NASA will conduct research in February). મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ થશે.

સોલ્ટ ક્રિસ્ટલ હાઇપર સેલાઈન વોટરથી બને છે

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મંગળ ગ્રહ પર સોલ્ટ ક્રિસ્ટલ મળી આવ્યા છે, જે હાઇપર સેલાઈન વોટરથી બને છે. જેમાં ચોક્કસ બેક્ટેરિયા જીવિત રહી શકે છે. બીજી તરફ કચ્છના સફેદ રણમાં સમાન સોલ્ટ ક્રિસ્ટલ જોવા મળે છે. મુંબઈની એમિટી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સીટી અને નાસા દ્વારા સંયુક્ત પ્લેનેટરી જિયોલોજી મુદ્દે સંશોધન કરવામાં આવશે.

આ પણ વાંચો: જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે

મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે

ફેબ્રુઆરી માસના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવી સંશોધન હાથ ધરશે. જેમાં મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણમાં મળેલા સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરાશે. જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે. આ સાથે જ નાસાના વિજ્ઞાનીકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ લુણા ક્રેટર લેક, ધોળાવીરા, માતાનામઢ સહિતની 8 સાઈટ પર મુલાકાત લઈ નવા પાસાઓ ઉજાગર કરવા પ્રયત્ન કરશે.

Last Updated : Feb 1, 2022, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.