- ભુજની જનરલ હોસ્પિટલમાં RSSના સ્વયંસેવકો દ્વારા સફાઇ કરાઈ
- મહિલા સહિત કુલ 150 જેટલા કાર્યકર્તાઓ જોડાયા
- હોસ્પિટલના પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું
કચ્છ: હાલ સમગ્ર ગુજરાત સહિત કચ્છ પણ કોરોના મહામારીની અંદર સપડાયું છે. ત્યારે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમા કે જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે માટે હોસ્પિટલના પરિસરમાં લોકોની ખૂબ અવર-જવર રહી હતી. જેથી હોસ્પિટલના પરિસરમા ગંદકી થવી સ્વાભાવિક છે. તેથી આ હોસ્પીટલના પરિસરની સફાઈ રાષ્ટ્રીય સ્વયંસેવકો સંઘના કાર્યકર્તાઓએ સાથે મળીને કરી હતી.
આ પણ વાંચો: વલસાડમાં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા ST ડેપોમાં સફાઇ અભિયાન
120 ભાઈઓ અને 30 મહિલા સહિત 150 સ્વયંસેવકો સફાઇ અભિયાનમાં જોડાયા
આ સફાઈ અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 30 મહિલાઓ સહિત 150થી વધુ લોકોએ અહીં સફાઈનું કામ કર્યું હતું. સાથે-સાથે હોસ્પિટલના પરિસરને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલના પરિસરમાં અમુક ઝાડીઓનું કટિંગ કરવામાં આવ્યું હતું. ઝાડના થડને કલર કરવો વગેરે સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગુરુના જન્મ દિવસ નિમિતે સફાઇ અભિયાન હાથ ધરાયું
જાણો શું કહ્યું સ્વયંસેવકે?
ભુજના આજુબાજુના 25 ગામોમાંથી 120 ભાઈઓ અને 30 બહેનો મળીને કુલ 150 જેટલા સ્વયંસેવકો હોસ્પિટલની સફાઇ કરવા માટે જોડાયા હતા. આજના દિવસે આ સફાઇ અભિયાન પૂર્ણ કરવામાં આવશે.