- પૂર્વ કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાથી મચી ચકચાર
- અંજારમાં એન.આર.આંગડિયા પેઢીના સંચાલક પાસેથી લાખની લૂંટ ચલાવાઈ
- મરચાની ભૂકી છાંટીને લૂંટને અપાયો અંજામ
કચ્છ: અંજારના જૂના આંગડિયા એન.આર.એન્ડ કંપનીમાં 60 થી 65 લાખની લૂંટની ઘટના સામે આવી હતી જેથી સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગઇ હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ આ લૂંટ સાંજે લગભગ 7:45 થી 8 વાગ્યાની આજુ-બાજુ બની હોવાનું સામે આવી રહ્યું છે.
લૂટારાઓ 60 થી 65 લાખ લઈ ફરાર
ઓફીસ બંધ કરીને ઘરે જઇ રહેલા એન.આર. આંગડિયા પેઢીના ભાવિન ઠક્કર પોતાની સ્વીફ્ટ કારમાં જઇ રહ્યા હતા, ત્યારે 3 લૂંટારૂઓએ બાઈકથી કારને ટક્કર મારી હતી, ત્યારે ભાવિન ઠક્કર ગાડીમાંથી નીચે ઉતારતા તરત તેની આંખમાં મરચાની ભૂકી નાખી કારમાં રહેલા 60 થી 65 લાખ લઈ ફરાર ગયા હતા.
આ પણ વાંચો: વ્યારાના માયપુર ગામે પેટ્રોલપંપ પર બે લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી
લૂંટની બનાવની જાણ થત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
આ લૂંટના બનાવની વાત સમગ્ર અંજાર પંથકમાં વાયુ વેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો. ભાવિન ઠક્કર નામના વ્યક્તિની આંગડિયા પેઢી અંજારના માર્કેટ એરિયામાં આવેલી છે અને ઓફીસ બંધ કરીને ભાવિન ઠક્કર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે આ લૂંટનો બનાવ બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ આરંભી છે.
આ પણ વાંચો: બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવા જતા થોડે દૂરથી જ ઝડપાયો
અંજાર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર પોલીસે નાકાબંધી ગોઠવી
ડીવાયએસપી, એલસીબી, અંજાર પોલીસનો સમગ્ર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ લૂંટના બનાવમાં શંકા કુશંકાઓ દેખાઈ રહી છે. પોલીસે સર્વગ્રાહી તપાસ આરંભી પીડિતનું નિવેદન લઇ તપાસને વધુ ગતિ આપશે. સમગ્ર લૂંટનો બનાવ શંકાસ્પદ લાગતા ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે તથા અંજાર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર પોલીસે નાકાબંધી ગોઠવી છે.