ETV Bharat / state

કચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ - MAGANBHAI Gajera

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ વખતે શનિવાર અને રવિવારના રોકાણ દરમિયાન તેઓ કચ્છના ભૂજમાં વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ અને ખાતમૂર્હતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન ભૂજમાં તેમના સ્વાગત માટે પોણા ત્રણ કિલોમીટરના રોડ શોનું પણ આયોજન થઈ રહ્યુ છે. PM Modi Gujarat Visit, PM Modi Gujarat Visit August 2022, PM Modi Roadshow in Bhuj

કચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ

author img

By

Published : Aug 27, 2022, 12:34 PM IST

Updated : Aug 28, 2022, 6:37 AM IST

કચ્છ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી (PM Modi Gujarat Visit )ઓગસ્ટે ભુજ શહેરમાં સ્મૃતિવનના (Bhuj Smritivan Museum)લોકાર્પણ ઉપરાંત જાહેર સભા અર્થે આવવાના છે. જેના ભાગરૂપે સવારના 9:30 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી ભુજ મીરજાપર હાઇવે પાસેથી શરૂ કરીને જી.કે. જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 ક્લસ્ટર દ્વારા વિવિધ રીતે કાર્નિવલની અનુભૂતિ કરાવવામાં આવશે.

વડાપ્રધાનનો રોડ શો

9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી યોજાશે રોડ શો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર કચ્છીમાડુ સાથે સંવાદ કરવા તથા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી( PM Modi Gujarat Visit August 2022)રહ્યા છે, ત્યારે ભુજ ખાતે તેમના અદકેરા સ્વાગત, સ્મૃતિવનની મુલાકાત સંદર્ભે તથા જનમેદનીને સંબોધન કરવાના સભાસ્થળ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહ્યી છે.વડાપ્રધાનને આવકારવા કચ્છીઓ પણ ઉત્સુક છે. તો આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી રોડ શો યોજાવાનો છે તેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

270 જેટલા લારી ગલ્લાને બે દિવસ માટે ખસેડવામાં આવ્યા ભુજ મીરજાપર હાઈવેથી છેક ભુજીયાની તળેટીમાં સ્મૃતિવન સુધી રોડની બંને બાજુ દબાણ કરીને ખડકાઈ ગયેલા લારી ગલ્લા વાળાને લોકોને અડચણરૂપ ન થાય અને સલામતી પણ જળવાઈ રહે તેવા હેતુથી 270 જેટલા લારી ગલ્લાને બે દિવસ માટે ખસેડી લેવામાં આવ્યા છે. રોડ સોના રૂટમાં રોડની ડાબી બાજુ ડાબી બાજુએ લોકો રહેશે અને જમણી બાજુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થશે. જાહેર જનતાને રોડ શો જોવા માટે રેલીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો અમદાવાદમાં ખાદી ઉત્સવ 2022 PM મોદીની હાજરીમાં આજે 7500 મહિલાઓ રેકોર્ડ કરશે

રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરી દેવામાં આવ્યા જે રૂટ પર રોડ શો યોજાવાનો છે તે રૂટ પરથી ભુજ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર જાનનું જોખમ સર્જતા 200 જેટલા રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે અને હજુ પણ રખડતા ઢોરોને પકડવાની કામગીરી ચાલુ છે. તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન સવારના 6 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કેન્સન મોટર્સ ત્રણ રસ્તાથી જિલ્લા ઉધોગ સર્કલ સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રોડ શોમાં હશે જુદાં જુદાં 14 ક્લસ્ટર ભુજમાં તેઓ કચ્છની પ્રજાને સંબોધન કરશે ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ભુજની વિવિધ સરકારી ઇમારતો, શહેરના તમામ સર્કલ, સ્મૃતિવન વગેરેને વિવિધ કલરફુલ રોશની, એલ.ઇ.ડી લાઇટથી દુલ્હન જેમ શણગારવામાં આવ્યું છે. રોડ શો દરમિયાન 14 ક્લસ્ટરમાં અલગ અલગ પ્રકારના કાર્નિવલની અનુભૂતિ કરાવશે જેમાં વકીલ અને ડોકટરની સાથે અલગ અલગ સમાજ અને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ટ્રેડિશનલ વસ્ત્રોમાં રાસ ગરબા અને દાંડિયા રમવામાં આવશે.

આ પણ વાંચો ભારતમાં મારૂતિ સુઝુકી ઇન્ડિયાના 40 વર્ષ પૂર્ણ, ખાસ કાર્યક્રમમાં PM મોદી હાજર રહેશે

પ્રતિબંધિત રોડ માટેના વૈકલ્પિક રોડ વાહનચાલકો પ્રિન્સ રેસિડેન્સી હોટલ ત્રણ રસ્તાથી એકતા સુપર માર્કેટ ચાર રસ્તા થઇ રઘુવંશી ચાર રસ્તા થઇ ગાયત્રી મંદીર થઇ ખેંગાર પાર્ક, હમીરસર તળાવ, જુના બસ સ્ટેન્ડ થઇ લાલ ટેકરી થઇ સ્ટેશન રોડથી સરદાર વલ્લભભાઇ પટેલના પુતળાથી આત્મારામ સર્કલ થઇ નળ સર્કલ થઇ માધાપર જઈ શકશે. તેમજ જી.કે.હોસ્પિટલમાં જવા માટે હોસ્પિટલ રોડ થઇ ભુજ ઈંગ્લીશ સ્કુલ ચાર રસ્તા થઇ જી.કે.હોસ્પિટલ અદાણી મેડીકલ કોલેજના પાછળના ગેટથી જી.કે.હોસ્પિટલમાં જઇ શકશે. એરોપ્લેન સર્કલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફ જતો રસ્તો વન-વે રહેશે. એરોપ્લેન સર્કલથી જિલ્લા ઉધોગ સર્કલ તરફ વાહનો જઇ શકશે નહીં. એરોપ્લેન સર્કલ થઇ લેવા પટેલ હોસ્પિટલથી ભાનુશાળીનગર સુધી જઇ શકાશે.

આ વાહનોને મુક્તિ આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવતા ભારેખમ વાહનો, દૈનિક એસટી બસો, તેમજ ખાનગી બસો પણ આવતીકાલે સવારના 6 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિયત કરાયેલા માર્ગો પરથી જ પસાર થઈ શકશે. આ ઉપરાંત સરકારી ફરજ પરના વાહનો, પોલીસ ખાતાના વાહનો, જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર સ્થળના સહાયક અધિક્ષક દ્વારા અધિકૃત કરેલા વાહનો ,ફાયર ફાઇટરના વાહનો, તેમજ એમ્બ્યુલન્સને આ જાહેરનામામાંથી મુક્તિ અપાઈ છે.

અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે નરેન્દ્ર મોદી આમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજ શહેરમાં રોડ શો, સ્મૃતિ વન, સાયન્સ સેન્ટર, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, વીર બાળક સ્મારક, કનવેન્શન સેન્ટર, નર્મદા કેનાલ તેમજ અન્ય વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે અને લગાતાર કાર્યક્રમનો દોર જારી રહશે.

Last Updated : Aug 28, 2022, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.