કચ્છઃ પદ્યુમનસિંહ જાડેજા એક વિડિયો મારફતે જણાવ્યું છે કે, મે રાજયસભાની ચુંટણી વચ્ચે મારા વિસ્તારના વિકાસકામો માટે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે. નર્મદાનું પાણી, નખત્રાણા કૉલેજ, ગામડાના મકાનોની આકારણી, ઉદ્યોગમાં સ્થાનિક રોજગારી અને નખત્રાણા બાયપાસની માંગણી સ્વીકારી લેવાઈ છે. જેેને પગલે મેં રાજીનામું આપ્યું છે. ખરીદી કે કોઈ હોદાની લાલચે મેં આ પગલું ભર્યું નથી.
મળતી માહિતી મુજબ રાજીનામા પછી હવે અબડાસાની પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનાસિંહ ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે. જો કે, ઈતિહાસ સાક્ષી છે કે, આ બેઠક પરથી કોઇ ઉમેદવાર બીજી વખત ચૂંટાયો નથી. આ ઉપરાંત વિધાનસભાની અબડાસા બેઠક સમયાંતરે ખંડિત થવામાં પણ અવ્વલ જ રહેતી આવી છે.