- ભુજના શરાફ બજારમાં ETV BHARATની ટીમ આવી પહોંચી
- લોકોએ લાપરવાહી રાખીને ભીડમાં ના જવું જોઈએ
- આંશિક નિયંત્રણોમાં છૂટછાટ મળ્યા પછી બજારમાં એકઠી થઈ
કચ્છ : રિયાલિટી ચેક કરવા માટે ભુજના શરાફ બજારમાં ETV BHARATની ટીમ આવી પહોંચી છે. અહીં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જામી છે અને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. જો એક પણ કોરોના પોઝિટિવ કેસ હોય તો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાઈ શકે છે. લોકોએ જાગૃત નાગરિક તરીકે આગળ આવીને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ અને જરૂર ના હોય તો ઘરથી બહાર ના નીકળવું જોઈએ અને સંક્રમણ ફેલાવતા રોકવો જોઈએ.
આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી આ પણ વાંચો : આંશિક નિયંત્રણો હટાવાતા બનાસકાંઠામાં ફરીથી તમામ માર્કેટયાર્ડ 22 મેથી શરૂ થયાઆંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી સરકારી ચોપડે કુલ 266 લોકોના મોત કચ્છમાં ગઈકાલે કુલ 87 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 266 લોકોના મોત સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જ્યારે હાલમાં કુલ 3,421 પોઝિટિવ કેસો એક્ટિવ છે. હાલ કેસોનો આંકડો ભલેને સતત ઘટી રહ્યો છે. પરંતુ લોકોએ લાપરવાહી રાખીને ભીડમાં ના જવું જોઈએ તથા માસ્ક પણ પહેરવું જોઈએ અને સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરતા રહેવું જોઈએ.
આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી આ પણ વાંચો : 23 દિવસના આંશિક નિયંત્રણો બાદ ભુજની બજારો ધમધમી ઊઠીઆંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી મ્યુકોરમાકોસિસના 13 કેસ સારવાર હેઠળ 2ના મોતકોરોના થઈ ગયા પછી રોગ એટલે કે મ્યુકોરમાકોસિસ રોગની વાત કરવામાં આવે તો હાલ જી.કે. જનરલ હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. હાલમાં આ રોગના 13 કેસ છે. જેમાંથી 2 અતિ ક્રિટીકલ કેસો છે અને આ રોગના લીધે અત્યાર સુધીમાં 2 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. લોકોને એટલી જ અપીલ કરવામાં આવી રહી છે કે, SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના પ્રોટોકોલનો પાલન કરવું અને સુરક્ષિત રહેવું.
આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી