ETV Bharat / state

કેન્દ્ર સરકારના CAA કાયદા હેઠળ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે - Refugees will get indian citizenship under citizenship amendment act

કેન્દ્ર સરકાર દ્વારા CAA હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ સહિતના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભુ કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ ભારતની નાગરિકતા મળશે.

કેન્દ્ર સરકારના CAA કાયદા હેઠળ શરણાર્થીઓને હવે ભારતનું નાગરિકત્વ મળશે

author img

By

Published : May 29, 2021, 8:46 PM IST

  • જુદા જુદા દેશોમાંથી આવેલા શરણાર્થીઓને CAA હેઠળ નાગરિકત્વ મળશે
  • કચ્છના ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે
  • શરણાર્થીઓને હવે CAAથી નાગરિકત્વ મળવાની હોવાથી ખુશી વ્યક્ત કરી

કચ્છ: વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ આવીને વસ્યા હતા. જ્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી. કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી. વર્ષ 2018માં તેમણે કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી. જોકે, CAA (Citizenship Amendment Act) અંતર્ગત આ શરણાર્થીઓને ભારતનુ નાગરિકત્વ મળવાનું હોવાથી તેમના માટે એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના CAA કાયદા હેઠળ શરણાર્થીઓને હવે ભારતનું નાગરિકત્વ મળશે

1971માં આવેલા શરણાર્થીઓ બાદ કોઈને ભારતનું નાગરિકત્વ નથી મળ્યું

ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. 1971માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે, પરંતુ પાછળથી જે લોકો આવ્યા છે, તેમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી. આ શરણાર્થીઓ પાસે તેમની ઓળખના કોઈ પુરાવાઓ ન હોવાથી કોઈ નોકરી પણ નથી મળતી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

શરણાર્થીનું ઘર
શરણાર્થીનું ઘર

શરણાર્થીઓએ CAAથી નાગરિકત્વ મળવાની ખુશી વ્યક્ત કરી

કેન્દ્ર સરકાર દ્વારા CAA (Citizenship Amendment Act) હેઠળ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને તેમને ઓળખના પુરાવાઓ પણ મળશે. જેથી રોજગારી સહિતના તેમની સેંકડો સમસ્યાઓ દૂર થશે. આ વિચાર સુદ્ધાથી તેમનામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

શરણાર્થીઓના ઘર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.