કચ્છ : ભૂજના હવામાન અઘિકારી રાકેશ કુમારના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટબન્સની એક સિસ્ટમ હાલ નોર્થ પાકિસ્તાન ઉપર જોવા મળી રહી છે. જેને કારણે નોર્થ રાજસ્થાન પર કાર્યરત થયેલી એક સિસ્ટમથી આ ઝાપટાં વરસ્યા હતા. જો કે, આને સિસ્ટમને પ્રિ-મોન્સુન સિસ્ટમ તરીકે પણ જોઈ શકાય છે. એપ્રિલ અને મે માસમાં આ રીતે સિસ્ટમ જોવા મળતી હોય છે, જે સામાન્ય બાબત છે.
દરમિયાન વિવિધ ગામોમાં આ વરસાદને પગલે ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ કોરોનાના કહેર અને લૉકડાઉન વચ્ચે વાતાવરણનાં ફરકથી જનજીવનને પડતી અસર વિશે લોકોમાં ચિંતા જોવા મળી હતી.