નબળા ચોમાસાના લીધે લગાતાર ત્રણ વર્ષથી ધોધમાર અને સંતોષજનક વરસાદની ચાતક નજરે રાહ જોતા કચ્છ પર વાયુ વાવાઝોડાએ વરસાદ વરસ્યો ન હતો. પરંતુ નખત્રાણા વિસ્તારમાં શુકનવંતી મહેર થતાં કચ્છીઓમાં ચોમાસાનાં આગમનની આશાનાં વાદળો બંધાયાં હતા. સખત ગરમી તેમજ અસહ્ય બફારા મેઘરાજા આ વર્ષે મન મૂકી વરસશે તેવી આશા જોવા મળી હતી. આ વરસાદથી કચ્છી કહેવત જેઠિયો મીં પૂણેઠી જો પૂતરની કહેવત પણ સાર્થક થતી હોય તેવા અણસાર મળી રહ્યા છે.
પિયત ખેતી ધરાવતા ખેડૂતો વાવણીના કામમાં લાગતાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ચોમાસું સક્રિય થતાંની સાથે જ ખેતી ધરાવતા ખેડૂતો વાવણીના કામમાં લાગશે. આ વરસે વાલીડો મન મૂકી વરસે, સમગ્ર કચ્છ પર મેઘરાજા હેત વરસાવી તરબતર કરે તેવી મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.કચ્છમાં ખાવડા સહિત આસપાસના પંથકના વિવિધ ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતા. સરહદીબન્ની, ભુજ નજીક ઢોરી ગામે ઝાપટું પડ્યું હતુ.
ભુજમાં આજે મહત્તમ તાપમાન 39, કંડલા પોર્ટમાં 39.5 અને કંડલા એરપોર્ટમાં 38.4 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 39.5 ડીગ્રી સાથે કંડલા પોર્ટ રાજ્યમાં સર્વાધિક ગરમ રહ્યું હતું. ગરમી વચ્ચે લોકો મેઘરાજા વરસી પડે તેવી પ્રાથના કરી રહયા છે.