છેલ્લા કેટલાક વર્ષોથી તરસી રહેલી કચ્છની ધરતીને આ વર્ષે મેઘરાજાએ તૃપ્ત કરી છે. શુક્રવારે અંજારમાં 37 MM, ભૂજમાં 15MM, ગાંધીધામમાં 72 MM, મુંદરામાં 40 MM, નખત્રાણામાં 2 MM અને રાપરમાં 9MM વરસાદ નોંધાયો હતો . ગાંધીધામ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
ચોમાસાની સિઝન દરમિયાન કચ્છના અબડાસામાં 729 MM, અંજારમાં 561 MM, ભચાઉમાં 621 MM, ભૂજમાં 519 MM, ગાંધીધામમાં 443 MM, લખપતમાં 526MM, માંડવીમાં 666MM, મુંદરામાં 620 MM, નખાત્રાણામા 745 MM અને રાપરમાં 632 MM વરસાદ નોંધાયો હતો.